Site icon Revoi.in

ભાજપ સાથે સંકળાયેલા 35 હોમ ગાર્ડ્સ કમાન્ડન્ટને ચૂંટણી કામગીરી ન સોંપવા કોંગ્રેસની રજુઆત

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષરીતે યોજવા ચૂંટણી પંચ કવાયત કરી રહ્યું છે. ત્યારે ચૂંટણી કાર્યમાં રોકાયેલા 35 જેટલા હોમગાર્ડ કમાન્ડન્ટ ભાજપ સાથે સંકલાયેલા હોવાથી તેમને ચૂંટણીની કામગારીથી દુર કરવા કોંગ્રેસે માગણી કરી છે.

કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ કમાન્ડન્ટમાં માત્ર ત્રણથી ચાર જેટલા જ પોલીસ વિભાગના એસીપી કે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની ફરજ બજાવે છે. બાકીના જે હોમગાર્ડ કમાન્ડન્ટ ફરજ બજાવે છે. તેમાં 39માંથી 36 જેટલા કમાન્ડન્ટ ભાજપ અથવા આરએસએસ સાથે સીધી રીતે સંકળાયેલા છે અને તેના પૂરાવા પણ અમે રજૂ કર્યા છે. ભાજપના હોદ્દેદારો અને ભાજપ સાથે સંકળાયેલા હોવાના ફોટા પણ છે. અમદાવાદ જિલ્લાના પૂર્વ કે પશ્ચિમ વિસ્તારના કે બનાસકાંઠાના કોઈપણ હોમગાર્ડ કમાન્ડન્ટ હોય તેઓ ભાજપ સાથે જોડાયેલા હોય ચૂંટણી કામગીરીમાં પણ આવા ભાજપ સમર્થક હોમગાર્ડ કમાન્ડન્ટ સામે વાંધો ઉઠાવીએ છીએ

કોંગ્રેસ પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે કે, 39 હોમગાર્ડ કમાન્ડન્ટ અલગ અલગ જિલ્લા અને શહેરમાં ફરજ બજાવે છે, જેમાં 36 જેટલા કમાન્ડન્ટ ભાજપ સાથે સંકળાયેલા છે. હોમગાર્ડની વેબસાઈટ પર 40 હજાર હોમગાર્ડ બતાવે છે, પરંતુ ખરેખર રાજ્યમાં કુલ 70 હજારથી વધુ હોમગાર્ડ જવાનો ફરજ બજાવે છે. અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા હોમગાર્ડ કમાન્ડન્ટ સીધી રીતે ભાજપ અથવા આરએસએસ સાથે સંકળાયેલા હોય, આ તમામ હોમગાર્ડ જવાનોના 70 હજારના પોસ્ટલ બેલેટના મત પર તેઓ પ્રભાવ પડી શકે છે. ધાકધમકી આપી અને તેઓના પોસ્ટલ બેલેટ મત છીનવી અને મતદાન કરાવી શકે છે. જેથી કોંગ્રેસની માંગ છે કે આવા તમામ કમાન્ડન્ટને ચૂંટણી કમિશનરે તાત્કાલિક ચૂંટણીની ફરજમાંથી દૂર કરવા જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે, આ મામલે અમે ચૂંટણી કમિશનને પત્ર લખ્યો છે અને અમારી માંગણી છે કે, તાત્કાલિક જે પણ આવા 39માંથી 36 જેટલા હોમગાર્ડ કમાન્ડો ભાજપ કે અન્ય સાથે જોડાયેલા છે. તેઓને તાત્કાલિક ચૂંટણી ફરજમાંથી દૂર કરવામાં આવે. પોસ્ટલ બેલેટનું જે મતદાન થાય છે તેના ઉપર પણ ખાસ મોનિટરિંગ રાખવામાં આવે. ભાજપ સમર્થિત હોમગાર્ડ જવાનો મતદાન મથકમાં હોવાથી પ્રભાવિત કરી શકે છે. અને બોગસ વોટિંગ ન થાય તેના માટે ખાસ ચૂંટણી પંચ આ બાબતે ધ્યાન રાખે તેવી અમે અપીલ કરીએ છીએ.