Site icon Revoi.in

કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીરના બનિહાલમાં રોકવામાં આવી – સુરક્ષાને લઈને રાહુલ ગાંઘીને વાહનથી બીજા સ્થળે રવાના કરાયા

Social Share

દિલ્હીઃ- કોંગ્રેસ દ્રારા ભારત જોડો યાત્રા શરુ કરવામાં આવી હતી જે હવે જમ્મુ કાશ્મીર આવી પહોંચી છએ જો કે કેટલાક સુરક્ષાના કારણો સર રાહુલ ગાંઘીની યાત્રામાં અડચણ આવી છે જેથી આ યાત્રા રોકવામાં આવી છે.

જાણકારી અનુસાર આજરોજ શુક્રવારે સવારે, જમ્મુ-કાશ્મીરના બનિહાલથી રાહુલની આ યાત્રા ખીણ તરફ આગળ વધી હતી. ત્યારે સુરક્ષા કર્મચારીઓએ પગપાળા કૂચ અટકાવી હતી અને સુરક્ષાના કારણે આમ કર્હયું હોવાનું જણાવ્યું હતું.

 રાહુલ ગાંઘીને રોકીને ત્યારબાદ વાહનોના માધ્યમથી અનંતનાગમાં વેસુ સુધી  તેઓને રવાના કરવામાં  આવ્યા હતા. રાહુલ ગાંધી અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા સાથે જોવા મળ્યા  હતા. બંને નેતાઓ વાહનોમાં અનંતનાગ સુધી પહોંચ્યા હતો.