કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીરના બનિહાલમાં રોકવામાં આવી – સુરક્ષાને લઈને રાહુલ ગાંઘીને વાહનથી બીજા સ્થળે રવાના કરાયા
- રાહુલ ગાંધીની ભારત જોડા યાત્રા રોકાઈ
- જમ્મુ કાશ્મીરમાં યાત્રા અટકાવાઈ
- સુરક્ષાને લઈને રાહુલને અનંતનાગ રવાના કરાયા
દિલ્હીઃ- કોંગ્રેસ દ્રારા ભારત જોડો યાત્રા શરુ કરવામાં આવી હતી જે હવે જમ્મુ કાશ્મીર આવી પહોંચી છએ જો કે કેટલાક સુરક્ષાના કારણો સર રાહુલ ગાંઘીની યાત્રામાં અડચણ આવી છે જેથી આ યાત્રા રોકવામાં આવી છે.
જાણકારી અનુસાર આજરોજ શુક્રવારે સવારે, જમ્મુ-કાશ્મીરના બનિહાલથી રાહુલની આ યાત્રા ખીણ તરફ આગળ વધી હતી. ત્યારે સુરક્ષા કર્મચારીઓએ પગપાળા કૂચ અટકાવી હતી અને સુરક્ષાના કારણે આમ કર્હયું હોવાનું જણાવ્યું હતું.
રાહુલ ગાંઘીને રોકીને ત્યારબાદ વાહનોના માધ્યમથી અનંતનાગમાં વેસુ સુધી તેઓને રવાના કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા સાથે જોવા મળ્યા હતા. બંને નેતાઓ વાહનોમાં અનંતનાગ સુધી પહોંચ્યા હતો.
ત્યારે હવે આ બબાતને લઈને કોંગ્રેસે સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. ગુરુવારે ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને એક દિવસના વિરામ બાદ શુક્રવારે સવારે બનિહાલથી ભારત જોડો યાત્રા ફરી શરૂ થઈ. બુધવારે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થવાને કારણે યાત્રા રામબનમાં રોકવી પડી હતી.જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસના પ્રભારી રજની પાટીલે એક ટ્વીટમાં કહ્યું કે ભારત જોડો યાત્રાને સુરક્ષા આપવામાં વહીવટીતંત્ર નિષ્ફળ રહ્યું છે. સુરક્ષામાં ક્ષતિ યુટી વહીવટીતંત્રના અયોગ્ય વલણને દર્શાવે છે.