Site icon Revoi.in

સંવિધાન હત્યા દિવસ એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું: PM

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકેની ઘોષણા એ સમયની યાદ અપાવશે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ પ્રધાન, અમિત શાહ દ્વારા X પર કરાયેલી પોસ્ટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, “25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનું એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું ત્યારે શું થયું. તે દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે કે જેઓ કટોકટીના અતિરેકને લીધે પીડિત થયા, જે કોંગ્રેસ પ્રેરિત ભારતીય ઇતિહાસનો કાળો તબક્કો હતો.’