Site icon Revoi.in

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિરના નિર્માણને મંજૂરી મળી

Social Share

દિલ્હી :પાકિસ્તાનમાં કોઈપણ સુરક્ષિત નથી, આ વાતને અનેક રીતે સાબિત કરી શકાય તેમ છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલોચ લોકો પર અત્યાચાર કરવામાં આવે છે. હિન્દુઓ પર હુમલાઓની ઘટના સામે આવતી રહે છે. આવા કારણોસર પાકિસ્તાનની છાપ વિશ્વભરમાં બગડી છે, અને હવે તે છાપને સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ઈમરાન સરકાર દ્વારા મંદિર નિર્માણને પરવાનગી આપી દેવામાં આવી છે.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં એક હિન્દુ મંદિરનું નિર્માણ થવાનું હતું. જો કે સીડીએ(CDA)એ અગાઉ આ હિંદુ મંદિર માટેની જમીન ફાળવણીને રદ કરી હતી. જે પછી ઇમરાન સરકારે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આકરી ટીકા સહન કર્યા બાદ હવે ઇમરાન સરકાર સીધા રસ્તે આવી છે અને હવે કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે અને ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિરના નિર્માણને મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે જે રીતે હિન્દુ તથા અન્ય લધુમતિ વર્ગના લોકો પર અત્યાચાર પાકિસ્તાનમાં કરવામાં આવે છે, એવા પ્રકારના કિસ્સાઓ બાંગ્લાદેશમાં પણ બની રહ્યા છે. આ કારણોસર આગામી સમયમાં બાંગ્લાદેશ પર પણ આંતરરાષ્ટ્રીય દબાણ આવી શકે છે.

પાકિસ્તાનમાં સીડીએ અગાઉ ઈસ્લામાબાદના સેક્ટર H-9/2માં મંદિરના નિર્માણ માટે જમીન ફાળવવામાં આવી હતી. CDAના વકીલ જાવેદ ઈકબાલે સોમવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટને જણાવ્યું હતું કે સંઘીય કેબિનેટે રાજધાનીના ગ્રીન વિસ્તારોમાં નવી ઈમારતોના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં જમીનની ફાળવણી રદ કરવામાં આવી હતી.