Site icon Revoi.in

ઉનાળાની સવારે કાચી વરિયાળીના પાણીનું સેવન પેટ સંબંધી સમસ્યાઓને આપે છે રાહત

Social Share

 

કિચનમાં રહેતી અને ભોજનમાં વપરાતી મોટા ભાગની વસ્તુઓ એટલે કે મરી,મસાલા, તાજાનાઓ ક્યાંકને ક્યાંક સીધો આપણા આરોગ્ય સાથે સંબધ ધરાવે છે, અનેક મરી મસાલાઓ કે જે અનેક બીમારીમાં ઉપયોગમાં લેવાય છે, શરીરમાં થતી નાની મોટી સમસ્યાઓ તો ડોક્ટર પાસે જતા પહેલા ઘરઘરેલું ઈલાજથી જ મટી જતી હોય છે, ત્યારે આજે વાત કરીશું વરિયાળીના પાણી ની. આમ તો વરિયાળીના ઘણા ગુણો છે આપણે જાણીએ છીએ કે પેટવી ઠંડક માટે વરિયાળી કારગાર સાબિત થાય છે

ભૂખ્યા પેટે વરિયાળીના પાણીનું સેવન આરોગ્ય માટે કેટલું ગુણકારી જાણો

વરિયાળી અનેક ઔષધિય ગુણોથી સભર છે,તેમાં પોટેશિયમ, મેંગેનીઝ, ઝિંક, આયર્ન અને કોપર જેવા મિનરલ્સથી સમાયેલા હોવાથી તે આરોગ્ય માટે ગુણકારી ગણાય છે.વરિયાળીને કાચી ખાવાના બદલે જો તેને પીસીની ને રાતે પાણીમાં પલાળીને તે પાણી સવારે પીવાથી અધબૂત ફાયદાઓ થાય છે.વરિયાળીના પાણીમાં ન્યુટ્રિયન્ટ્સનું પ્રમાણ હોય છે.

ઝેરી પ્રદાર્થને કરે છે દૂર – ખાસ કરીને વરિયાળીમાં રહેલું એસેન્શિયલ ઓઇલ શરીરમાં રહેલા હાનિકારક ટોક્સિન્સ એટલે કે ઝેરી પદાર્થોને શરીરમાંથી દૂર કરવાનું મહત્વનું કાર્ય કરે છે,જેથી દરરોજ ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાથી લોહી શુદ્ધ બને છે.આ સાથે જ વરિયાળીનું પાણી ડાઈયૂરેટિક હોય છે એટલે કે, પીધા બાદ વોશરુમ વાંરવાર જવું પડે છે જેનાથી પથરી જેવી સમસ્યા થતી અટકે છે અને શરીર શુદ્ધ બને છે,

દ્ર્ષ્ટિને તેજ બનાવે છે વરિયાળીનું પાણી – વરિયાળીના પાણીમાં વિટામિન એની સાથે જ એન્ટીઓક્સિડેન્ટ્સ અને તથા ન્યુટ્રિયન્ટ્સ સમાયેલા હોય છે. જે આંખોને સારી બનાવે છે, દ્ર્ષ્ટિને તેજ બનાવે છે. આંખની રોશનીમાં વૃદ્ધિ કરે છે, જેથી આ પાણીનું સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ

બ્લડ પ્રેસરને નિયંત્રણમાં રાખે છે –વરિયાળી બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ કારગાર સાબિત થાય છે,પોટેશિયમથી ભરપૂર વરિયાળીનું પાણી શરીરના બ્લડ પ્રેશરની સાથે હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થાય છે.

સ્ત્રીઓ માટે ખાસ ગુણકારી વરિયાળનું પાણી – માસિક દરમિયાન સ્ત્રીઓને પઢામાં દૂખાવો થતો હોય છે ત્યારે આ સમયે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાથી તેમાં આરામ મળે છે

મેદસ્વિતામાં કારગાર સાબિત થાય છે આ પાણી – જો તમે તનારી વધારે ચરબીથી પરેશાન થઈ ગયા છઓ તો હવે ચિંતા છોડી અને દરરોજ સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાનું શરુ કરીદો, આ પાણીના સેવનથી ચોક્કસ તમારું વજન ઇતારવામામ મદદ મળશે કારણ કે, તેને પીવાથી ભૂખ ઓછી થાય છે.મેટાબોલિઝ્મનો દર વધે છે, જે કેલરી અને ચરબીને ઝડપથી બર્ન કરે છે

પેટની બળતરા દૂર થાય છે – જે લોકોને ગેસની કે એસીડિટીની સમસ્યા હોય છે તે લોકો માટે આ પાણી ખૂબજ ફાયદો કરે છે, પેટમાં ઠંડક કરે છે અને શરીરની ગરમીને દૂર કરે છે.