Site icon Revoi.in

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવકઃ સપાટી 123.44 મીટરે પહોંચી

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં સતત નપા પાણીની આવક થઈ રહી છે. મધ્યપ્રદેશમાં વરસી રહેલા વરસાદના પગલે 79705 ક્યુસેક પાણીની હાલ આવક થઈ રહી છે. ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમની જળસપાટી 123.44 મીટરે પહોંચી છે.

ગુજરાતના છેવાડાના ગામડા સુધી સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડતા સરદાર સરોવર ડેમને રાજ્યની જીવાદોરી માનવામાં આવે છે. ડેમ પર દરવાજા મૂકાયા બાદ સપાટી 138.68 મીટરે પહોંચી છે. છેલ્લા ઘણા સમયથી મધ્યપ્રદેશમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની અનરાધાર આવક થવા પામી છે.

હાલ પ્રતિ સેકન્ડ 79705 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની સપાટી 123.44 મીટરે પહોંચી જવા પામી છે. હજી ડેમમાં પાણીની આવક ચાલુ છે. આગામી દિવસોમાં પણ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધતી રહેશે અને જળ સપાટીમાં પણ વધારો થતો રહેશે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવકને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નવા પાણીની આવકને પગલે આગામી દિવસોમાં રાજ્યમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ ઘટી છે. રાજ્યના અન્ય જળાશયોમાં પણ નવા પાણીની સતત આવક થઈ રહી છે.