Site icon Revoi.in

અમદાવાદમાં વાવાઝોડાને લઈને તંત્ર સાબદુઃ કલેકટર કચેરીમાં ઉભો કરાયો કન્ટ્રોલ રૂમ

Social Share

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડુ ટકરાયા બાદ અમદાવાદ શહેર તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે મનપા તંત્ર એલર્ટ બન્યું છે. તેમજ શહેરમાં 16 સ્થળો ઉપર કન્ટ્રોલ રૂમ ઉભા કરાયાં છે. તેમજ લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે. બીજી જિલ્લાના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા કલેકટર ઓફીસે કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વાવાજઝોડાની સંભાવના પગલે અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 4524 લોકોનું સલામતી પૂર્વક સ્થળાંતર કરાવાયું છે તેમજ જિલ્લા વહીવટી તંત્ર આગોતરા આયોજન રૂપ તમામ તૈયારી કરવામાં આવી છે. જિલ્લા કલેકટર ઓફીસે કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. અહીંથી સમગ્ર જિલ્લામાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સાણંદ, બાવળા, ધોળકા, વિરમગામની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારાટેમ્પરરી કંન્ટ્રોલ રુમ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમા કુલ 16 કંન્ટ્રોલ રુમ તૈયાર કરાયા છે.

અમદાવાદ0 શહેરમાં વાવાઝોડાની અસરને પગલે સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ ભારે પવનને કારણે અનેક સ્થળે ઝાડ તુટવાના બનાવો બન્યાં હોવાનું જાણવા મળે છે. દરમિયાન શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે માળનું એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.