Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા મહાસંધની માગ

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થી રહ્યો છે. આ વખતે શાળાઓના બાળકો સૌથી વધુ સંક્રમિત બની રહ્યા છે. ત્યારે શાળા – કોલેજો તાત્કાલિક ધોરણે બંધ કરી સંપૂર્ણ રીતે ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવાં માટે શહેર વસાહત મહાસંઘ દ્વારા રાજયના  શિક્ષણ મંત્રીને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે.

રાજ્યના મોટા શહેરોમાં કોરોના તથા ઓમિકૉન વેરિયન્ટ કેસો દિનપ્રતિદિન રોકેટ ગતિએ વધી રહ્યા. છે જેના લીધે શહેરો અને રાજયમાં નાગરિકો સંક્રમિત થતા જાય છે. સરકારી આકડા મુજબ રાજયમાં કોરોનાના કેસ વધીને 1200 વધુ નોંધાઈ રહ્યા છે.  ગાધીનગરને કોરોનાએ  ભરડામાં લેવાની શરૂઆત કરી દીધી છે. આ અંગે શહેર વસાહત મહાસંઘનાં પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, અત્યારે હાલ રાજ્યની તમામ સ્કૂલો ચાલુ છે. વિધાર્થી ઘરેથી પોતાની રીતે અથવા સ્કૂલ વાહનોમાં ખીચોખીચ ઘેટાં બકરાંઓની જેમ આવતા હોય છે. સરકારી કોવિડ ગાઈડલાઈન પણ જળવાતી નથી.

આથી બાળકો સંક્રમિત થવાનો સંભવ રહેલો છે. કોઈ એક વિધાર્થી સંક્રમિત થઈને કલાસ રુમમાં વિધાર્થીઓ સાથે બેસે ત્યારે તેની સાથે બેઠેલા હોય તમામને કોરોના કેસનો ચેપ લાગી શકે છે. વધુમાં સ્કુલમાં સવારે આવે અને સાંજે ધરે જાય ત્યાં સુધી સતત માસ્ક પહેરવાંને કારણે ઓક્સિજન લેવલ નથી તથા અન્ય ઈન્ફેક્શનની તકલીફ બાળકોને થઈ શકે છે અને સ્કુલમાં કોરોનાનાં ડરને કારણે માનસિક બાળકો સતત ટેન્શન રહ્યા કરે છે.

કોરોનાના વધતા જતા કેસોને કારણે સ્કુલના બાળકો સંક્રમિત થાય નહિ અને ગત વર્ષની જેમ રાજ્યના અનેક બેદરકારીને કારણે નાગરિકોનો ભોગ લેવાયો તેનું પુનરાવર્તન થાય નહિ અને સ્કુલના બાળકો સંક્રમિત થઈ જીવલેણ રોગનો ભોગ બને નહીં તેની અગમચેતીના ભાગરૂપે રાજ્યની શાળા કોલેજો બંધ રાખવામાં આવે તેવી માંગણી કરી  છે. (file photo)