Site icon Revoi.in

COP 26- પીએમ મોદી ગ્લાસગો પહોંચ્યા- હોટલ પહોંચતા જ ભારતીય લોકો દ્વારા ભવ્ય સ્વાગત સાથે ‘મોદી ભારત કા ગહેના’ ના નારા ગૂંજી ઉઠ્યા

Social Share

 

દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્લાઈમેટ ચેન્જ પર સંયુક્ત રાષ્ટ્રની 26મી ‘કોન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ’ માં ભાગ લેવા માટે આજરોજ સોમવારે વહેલી સવારે યુકેના ગ્લાસગો પહોંચી ચૂક્યા છે.પીએમ મોદી 1લી અને 2જી નવેમ્બરના રોજ ગ્લાસગોમાં જ રહશે, જે દરમિયાન તેઓ બ્રિટનના વડાપ્રધાન  બોરિસ જોન્સન સાથે મુલાકાત કરશે.

સૌ પ્રથમ પીએમ મોદી એરપોર્ટથી સીધા હોટલ પર પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભીડમાં હાજર એક બાળક સાથે વાત પણ કરી. આ સાથે જ મોદીના ભ્વ. સ્વાગતમાં મૂળ ભારતીય લોકો એ ‘મોદી હૈ ભારત કા ગહેના ગીત ગાયું હતું.

ગ્લોબલ વોર્મિંગ પર નિયંત્રણ લાવવા માટે બે અઠવાડિયા સુધી ચાલનારી પરિષદ રવિવારે 31 ઓક્ટોબર ગ્લાસગોમાં શરૂ થઈ, જે 12 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ભારત દ્વારા જળવાયુ ન્યાયનો મુદ્દો ઉઠાવવામાં આવી શકે છે. આ સમિટ બ્રિટનની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે, જેણે આ માટે ઈટાલી સાથે ભાગીદારી કરી છે.

ઉલ્લેખનીય છે કે COP 26 માં 120 થી વધુ દેશોના નેતાઓ ભાગ લેવા જઈ રહ્યા છે. આ  તમામ દેશોના નેતાઓ ક્લાઈમેટ ચેન્જ સામે લડવાના ઉપાયો અંગે ચર્ચા કરશેમળતી માહિતી પ્રમાણે, ‘ક્લાઈમેટ જસ્ટિસ’ માટેનો કોલ વિકાસશીલ દેશોના દાવા પરથી લેવામાં આવ્યો છે, જેમાં 2050 સુધીમાં શૂન્ય ઉત્સર્જનનો વિચાર જળવાયુ પરિવર્તન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.