Site icon Revoi.in

કોરોના: દેશમાં 19,673 નવા કેસ નોંધાયા,45 લોકોએ ગુમાવ્યો જીવ

Social Share

દિલ્હી:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીને લઈને રાહતના સમાચાર આવ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે.આ દરમિયાન દેશમાં કુલ 19673 નવા કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ થઈ છે.આ દરમિયાન દેશમાં કોરોના સંક્રમણને કારણે 45 લોકોના મોત થયા છે.

હાલમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની વાત કરીએ તો આ કેસ 143676 છે. તે જ સમયે, દેશમાં લગભગ 4 કરોડ 34 લાખ લોકોને કોરોનાના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે, કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુઆંક 5,26,357 છે. દેશમાં કોરોના રસીકરણની સંખ્યા 2,04,25,69,509 છે.

30 જુલાઇના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 20,408 નવા કેસ નોંધાયા હતા અને 20,958 દર્દીઓ સાજા થયા. તે જ સમયે, કોવિડ-19ને કારણે એક જ દિવસમાં 54 લોકોના મોત થયા છે. અગાઉના દિવસે દેશમાં નોંધાયેલા સક્રિય કેસોની સંખ્યા 1,43,988 હતી. 24 કલાકમાં કોરોના એક્ટિવ કેસ લોડમાં 604 કેસનો ઘટાડો નોંધાયો છે.

મંત્રાલયે કહ્યું કે સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.33 ટકાનો સમાવેશ થાય છે.દેશમાં કોરોના રસીકરણની સંખ્યા 2,03,94,33,480 હતી.તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 33 લાખ 87 હજાર 173 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.