Site icon Revoi.in

કોરોનાના કેસમાં ઉછાળો :દેશમાં છેલ્લા 24 કલાકમાં 8,582 નવા કેસ નોંધાયા

Social Share

દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,582 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,32,22,017 થઈ ગઈ છે. તેના એક દિવસ પહેલા કોરોનાના 8,329 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસોમાં વધારો અને સાજા થનારા લોકોની ઓછી સંખ્યાને કારણે સક્રિય કેસોમાં પણ વધારો નોંધાયો છે. દેશમાં સક્રિય કેસ વધીને 44,513 થઈ ગયા છે. જ્યારે એક દિવસ પહેલા સક્રિય કેસની સંખ્યા 40,370 નોંધાઈ હતી. સક્રિય કેસ હવે કુલ કેસના 0.10 ટકા છે.

દેશમાં કોરોનાથી 24 કલાક દરમિયાન ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.ત્યારબાદ કોરોનાથી મૃત્યુઆંક વધીને 5,24,761 થઈ ગયો છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 4,435 નોંધાઈ છે, ત્યારબાદ દેશમાં આ મહામારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં 4,26,52,743 થઈ ગઈ છે. તેમજ રિકવરી રેટ 98.68 ટકા નોંધાયો છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 195.07 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તે જ સમયે, દેશમાં કોવિડ -19 ની તપાસ માટે અત્યાર સુધીમાં 85.48 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા છે. તેમાંથી 3,16,179 છેલ્લા 24 કલાકમાં કરવામાં આવ્યા છે.