Site icon Revoi.in

કોરોનાએ વિદ્યાર્થીનો દ્રષ્ટિકોણ બદલ્યો, સરકારી નોકરી બની પ્રથમ પંસદ

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને કારણે લોકોના વેપાર-ધંધાને નુકસાન થયું છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. ત્યારે કોરોનાના મહામારીને યુવાનોનો વેપાર-ધંધા અને નોકરીને લઈને દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. હવે યુવાનો ખાનગી નોકરી અથવા પોતાનો વેપાર કરવાના બદલે સરકારી નોકરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. એટલું જ નહીં ડોકટર અને એન્જિનીયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં છે.

ઉત્તરપ્રદેશમાં આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકો અને એનઆઈટીટીટીઆર દ્વારા 35 હજાર જેટલા વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો હતો તેમાં જાણવા મળ્યું હતું કે મહામારી પહેલા વિદ્યાર્થી વ્યવસાયમાં સારી તકો જોતા હતા પણ કોરોનાના કારણે વેપાર-ધંધાને થયેલી અસર વિદ્યાર્થીઓના મન-વિચાર પર પણ પડી છે અને તેના પ્રત્યે તેમનો રસ ઓછો થયો છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ સરકારી નોકરી બાદ ડોકટર અને એન્જીનીયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માત્ર બે ટકાએ જ શિક્ષક બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જયારે ડોકટર, એન્જીનીયર, સરકારી નોકરીની ઈચ્છા રાખનારા 85 ટકા હતા. સર્વેમાં સામેલ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જો ડોકટર-એન્જીનીયર ન બની શકયા તો શિક્ષક બની જઈશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે લોકડાઉન આપવામાં આવતા વેપાર-ધંધા બંધ થયાં હતા. જો કે, અનલોકમાં શરતોના આધારે વેપાર-ધંધા શરૂ થતા લોકોને રોજગારી મળી હતી. હાલ કોરોનાનું સંક્રમણ ઓછુ થતા જનજીવન ફરી પાટે ચડી રહ્યું છે. જો કે, કોરોના મહામારીને કારણે લોકોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.