Site icon Revoi.in

પશ્વિમ બંગાળમાં કોરોનાનો કહેરઃ- ગઈકાલથી તાત્કાલિક ઘોરણે આંશિક લોકડાઉન લાગૂ કરાયું

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોના મહામારી સામે મોટી જંગ લડી રહ્યો છે ત્યારે હવે બંગાળ પણ તેમાંથી બાકાત રહ્યું નથી,પશ્વિન બંગાળમાં વિતેલા દિવસે 17 હજાર જેટલા કોરોનાના કેસો નોંધાતા શુક્રવારના રોજ રાજ્યમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, રાજ્યમાં શુક્રવારે 17 હાજર કેસ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છેજે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે,જેને લઈને આ કહેર મોટૂં સ્વરુપ ઘધારણ કરે તે પહેલાદજ રાજ્ય. સરકારે આંશિક લોકડાઉન કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ઘરી છે.

રાજ્યમાં વદતા કેસને લઈને સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ શોપિંગ મોલ, બ્યુટી પાર્લર, સિનેમા હોલ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, રેસ્ટોરન્ટ તમામ જાહેર સ્થળઓને બંધ રાખવામાં આવશે. આ સાથે જ આદેશમાં જણાવાયું છે કે મતગણતરી અને જીતની રેલી સંબંધિત પ્રક્રિયાઓ ચૂંટણી પંચના પ્રોટોકોલ પ્રમાણે જ કરાશે.

વધતા જતા કોરોનાના ગ્રહણને લઈને સરકાર દ્રારા બજારો માત્ર 5 કલાક ખુલ્લી રાખવાનું જણાવાયું છે, બજારોને દિવસ દરમિયાન પાંચ કલાક ખુલ્લા રહેવાની મંજૂરી છે. બજારો અને દુકાનો સવારે 7 થી 10 વાગ્યા સુધી અને બપોરે 3 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. આદેશ પ્રમાણે રાજ્ય હાલમાં તમામ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, મનોરંજન સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે લોકોને એકઠા કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે

Exit mobile version