Site icon Revoi.in

યૂપીમાં કોરોના સંકટઃ- સીએમ યોગી આદિત્યનાથે કોરોનાના વિનાશ માટે રુદ્ધાભિષેક કર્યો

Social Share

લખનૌઃ-સમગ્ર દેશમાં હાલ કોરોનાનું સંટક જોવા મળે છે, ત્યારે અનેક લોકો ઈશ્વરને કોરોનાના વિનાશ માટેની પ્રાર્થના કરી રહ્યા છે, દવાની સાથે સાથે દુઆોનો શીલસીલો પણ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ ઉત્તરપ્રદેશના સીએમ યોગી બે દિવસના ગોરખપુરના પ્રવાસ પર છે. જ્યા તેમણે કોરોનાનાન વિનાશ માટે પ્રાર્થના કરી હતી.

આજ રોજ સોમવારે સવારે તેમણે ગોરખનાથ મંદિરમાં તેમના નિવાસ સ્થાને શક્તિપીઠમાં કોવિડ મહામારીના નાશ કરવાના સંકલ્પ સાથે રુદ્રાભિષેક કર્યો હતો. આ વિધિ દરમિયાન, તેમણે ભગવાન શિવનો વૈદિક જાપ કર્યો અને ભગવાનને 11 લિટર દૂધ અને પાંચ લિટર કુશોદક અર્પણ કર્યું.

સીએમ યોગીએ ભગવાન ગણેશની પૂજા સાથે રૂદ્રાભિષેક પૂજનની શરૂઆત કરી હતી. ત્યાર બાદ સીએમ યોગીએ તમામ વિધી વિધાન સાથે ભગવાન શિવ અને દ્વોદશ જ્યોતિર્લિંગની પૂજા કરી. મંદિરના મુખ્ય પૂજારી રામાનુજા ત્રિપાઠીના નેતૃત્વમાં રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો.

સીએમ યોગી આદિત્યનાથના ગોરખનાથ મંદિરમાં સોમવારની સવારની દિનચર્યા એકદમ સામાન્ય હતી. તેમણે હંમેશની જેમ ગુરુ ગોરક્ષાનાથની ઉપાસના કરી અને તેમના ગુરુ બ્રહ્મલીન મહંત અવેદ્યનાથની સમાધિ સ્થળે જઈને તેમના આશીર્વાદ લીધા.