Site icon Revoi.in

કોરોના સંકટઃ અમદાવાદમાં રાતના 10 કલાક સુધી ટેસ્ટીંગ કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને મેગાસિટી અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. શહેરમાં મનપા દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મનપાએ કોરોના ટેસ્ટીંગને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. શહેરમાં હવે રાતના 10 કલાક સુધી ટેસ્ટીંગ કરવામાં આવશે. શહેરમાં કોરોનાને લઈને કેટલાક મહત્વના નિર્ણય પણ લેવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત શહેરની કેટલીક ખાનગી લેબને પણ કોરોના ટેસ્ટ માટે મંજૂરી આપી છે. દરમિયાન સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કોરોનાના વધતા કેસને લઈને કેટલીક ચર્ચા કરવામાં આવી હતી. હવે અમદાવાદ શહેરમાં રાત્રે 10 વાગ્યા સુધી કોરોના ટેસ્ટ થશે. એએમસીના સામુહિક આરોગ્ય કેન્દ્રો પર રાત્રે 10 વાગ્યા સુધી કોરોના ટેસ્ટિંગ થશે. લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકો રાત્રે 10 વાગ્યા સુધીમાં AMCના સામુહિક આરોગ્ય કેન્દ્રો પર જઈને ટેસ્ટિંગ કરાવી શકે તે માટે ડોમ પર નજીકના CHC સેન્ટરોની માહિતી મુકવામાં આવશે. ડોમમાં કિટ નહીં હોય તો CHC પર જઈ લક્ષણો ધરાવતા વ્યક્તિ ટેસ્ટિંગ કરાવી શકાશે. ટેસ્ટિંગ કિટ વધારી આપવા સહિતની સૂચનાઓ AMCની સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં આપવામાં આવી છે.

(PHOTO-FILE)