Site icon Revoi.in

કોરોનાએ બદલ્યું સ્વરુપ બાળકો પણ સંક્રમિત, દેશના 9 રાજ્યોમાં નવા સબ-વેરિએન્ટના કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ દેશભરમાં ફરી એક વખત કોરોનાના નવા નોંધાતા કેસનો આંકડો 6 હજારને પાર પહોંચ્યો છે ત્યારે કોરોના ફરી પોતાનું સ્વરુપ બદલ્યું છે.  ભારતમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે, XBB.1.16.1 નામનો બીજો પ્રકાર સામે આવ્યો છે.

જાણકારી પ્રમાણે  દેશના નવ રાજ્યોમાં XBB.1.16.1  116 કેસ નોંધાયા છે. જો કે ચિંતાની વાત એ છે કે આ નવું સ્વરુપ બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. આનું એક નવું લક્ષણ આંખોમાં લાલાશના રૂપમાં દેખાયું છે.

વિતેલા દિવસને શુિક્રવારના રોજ  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાંઅધિકારીઓએ વાયરસના સ્વરુપનો આ ફેરફારનો ઉલ્લેખ કર્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે ઓમિક્રોન ફોર્મેટ બદલાયા બાદ XBB સબ-ફોર્મેટ ઉભરી આવ્યું છે. XBB ફરીથી ફોર્મેટ કર્યું તેથી XBB.1.16 બહાર આવ્યું. હાલમાં ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ માટે આ ફોર્મ જવાબદાર છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, કેરળ અને પુડુચેરીમાં E કેસની પુષ્ટિ થઈ છે.ભારત સિવાય 13 દેશોમાં અત્યાર સુધીમાં XBB.1.16.1 સબ-વેરિયન્ટના 80 થી વધુ સિક્વન્સ અપલોડ કરવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે વાયરસ અન્ય દેશોમાં પણ તેનું સ્વરૂપ બદલી રહ્યો છે.

જાણકારી અનુસાર કોરોનાનું આ નવું વેરિઅન્ટ હજી ઘણું તાજું છે, જેના વિશે ઘણું કહી શકાય તેમ નથી. પ્લેટફોર્મ પર જ્યાં સમગ્ર વિશ્વ જિનોમ સિક્વન્સિંગ ડેટા શેર કરી રહ્યું છે, ત્યાં હાલમાં આ નવા XBB.1.16.1 સબ-વેરિઅન્ટ વિશે માત્ર એક કે બે સિક્વન્સ છે જે ભારતમાંથી અપલોડ કરવામાં આવ્યા છે.

Exit mobile version