Site icon Revoi.in

દેશમાં કોરોનાથી સ્થિતિ સુધરી, છેલ્લા 24 કલાકમાં 4.20 લાખથી વધુ લોકો થયા સાજા

Social Share

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે જે રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પગલા લેવામાં આવ્યા છે તેની હવે સકારાત્મક અસર જોવા મળી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4.22 લાખથી વધારે લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અને તેની સરખામણીમાં સામે 2.62 લાખ જેટલા કેસ નવા આવ્યા છે.

દેશમાં કોરોનાવાયરસના હવે એક્ટિવ કેસનો આંકડો 33 લાખ પર પહોંચ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

જો વાત કરવામાં આવે કુલ કેસની તો દેશમાં અત્યાર સુધીમાં 2.50 કરોડથી વધારે કેસ નોંધાયા છે અને 2.15 કરોડથી વધારે લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં એક્ટિવ  કેસ પણ સતત ઓછા થઈ રહ્યા છે. જો કે કોરોનાની બીજી લહેરના કારણે દેશને ભારે નુક્સાન અને જાનહાનીનો સામનો કરવો પડ્યો છે.

જાણકારોના અનુસાર કોરોનાવાયરસની ત્રીજી લહેરને સતર્કતા રાખીને જ રોકી શકાય તેમ છે. સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે. સરકાર દ્વારા લોકોને કોરોનાગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે.