Site icon Revoi.in

દિલ્હીમાં કોરોનાએ વધારી ચિંતા,છેલ્લા 24 કલાકમાં 1396 નવા કેસ નોંધાયા,પોઝિટિવ રેટ 31%ને પાર

Social Share

દિલ્હી : રાજધાની દિલ્હીમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના 1,396 નવા કેસ નોંધાયા હતા જ્યારે સંક્રમણ દર 31.9 ટકા હતો, જે 15 મહિનામાં સૌથી વધુ છે. આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા પરથી આ માહિતી મળી છે. ગયા વર્ષે 14 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણનો દર 30.6 ટકા હતો.

સ્વાસ્થ્ય વિભાગના બુલેટિન અનુસાર, દિલ્હીમાં નવા કેસ આવ્યા બાદ કુલ કેસની સંખ્યા વધીને 20,21,593 થઈ ગઈ છે અને પાંચ લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 26,560 થઈ ગયો છે. બુલેટિનમાં એવું આપવામાં આવ્યું છે કે મૃતકોમાંથી એકના મૃત્યુનું પ્રાથમિક કારણ કોવિડ-19 હતું, જ્યારે અન્ય ચારનું મોત આકસ્મિક કારણોસર થયું હતું.

વિભાગે શુક્રવારે બુલેટિન બહાર પાડ્યું ન હતું. ગુરુવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડના 1,527 નવા કેસ નોંધાયા હતા જ્યારે સંક્રમણને કારણે બે લોકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, સાત મહિનામાં પ્રથમ વખત બુધવારે દિલ્હીની દૈનિક સંખ્યા 1,000 ને વટાવી ગઈ. દિલ્હીમાં સંક્રમણનો દર 23.8 ટકા હતો.

જો વાત કરવામાં આવે કોરોનાના કેસની તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 હજાર 93 નવા કેસો નોંધાયા છે. સક્રિય કેસો 57 હજારને પાર જોવા મળે છે હાલ સક્રિય કેસોની સંખ્યા 57 હજાર 542 છે, જે કુલ કેસના 0.13 ટકા જોવા મળે છે.24 કલાક દરમિયાન કોરોનાથી 23 લોકોના મોત પણ થયા છે આ સહીત કોરોનાનો મૃત્યુઆંક 1.19 ટકા નોંધાયો છે.