Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું : સિવિલ હોસ્પિટલમાં કોવિડના 22 વોર્ડ બંધ કરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીરે-ધીરે ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મેગાસિટી અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણમાં ઘટાડો થયો છે. જેથી સિવિલ હોસ્પિટલમાં 12 બેડના 26 વોર્ડ પૈકી 22 વોર્ડ બંધ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.45 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં છે. જે પૈકી હાલ 5 હજાર જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ ખાલી છે. દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડના 26માંથી 22 કોરોના વોર્ડ બંધ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. હાલ સિવિલ હોસ્પિટલમાં માત્ર 83 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ખાનગી કોરોના હોસ્પિટલમાં 189 દર્દીઓ લઇ રહ્યા છે.