Site icon Revoi.in

દિલ્હીમાં ડરાવી રહ્યો છે કોરોના – દર્દીઓની સંખ્યા બમણી થઈ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો સામે આવી રહ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે સંક્રમણ દર વધતા જ કેસોની સંખ્યા બમણી થઈ રહી છે.

દિલ્હીમાં કોરોના હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા છેલ્લા 15 દિવસની  અંદર  100 ટકા પહોંચી ગઈ છે. વિતેલા દિવસને મંગળવારને બાકાત રાખતા છેલ્લા બે અઠવાડિયાથી  દરરોજ 2 હજારથી વધુ નવા કેસ  નોંદાતા રહ્યા છે, મૃત્યુની સંખ્યા એવરેજ 8 થી 10 ની જોવા મળે છે.

કેન્દ્ર સરકારે દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની વિનંતી કરી  છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિથી નવી લહેરનું જોખમ વર્છેતાઈ રહ્યું . દેશની રાજધાનીમાં 15 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થવાના કેસો માં બમણો વધારો થયો છે. કોવિડ મૃત્યુદરમાં ઉલ્લેખનીય વૃદ્ધિની સાથે હોસ્પિટલોના આઈસીયૂમાં દર્દીઓની સંખ્યા એક ઓગસ્ટથી ડબલ જોવા મળી રહી છે.

વિતેલા દિવસની જો વાત કરીએ તો કોરોના વાયરસ સંક્રમણના 1 હજાર 652 કેસ સામે આવ્યા અને 8 લોકોના મોત થયા. આ દરમિયાન સંક્રમણ દર 9.92 ટકા નોંધાયો છે.  1 ઓગસ્ટથી કોરોના મોતનો આંકડો એવરેજ 5  જોવા મળી રહ્યો છે.સતત  આ મહિને બે હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે.