- હરિયાણામાં કોરોનાનો કહેર
- મંત્રી રતન લાલ કટારીયા કોરોનાગ્રસ્ત થયા
દિલ્હી – પંજાબ અને હરિયાણામાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રવિવારના રોજ અંબાલાના સાંસદ અને કેન્દ્રીય જળ ઊર્જા અને સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રતન લાલ કટારિયાને પણ કોરોનાની ચેપ લાગ્યો છે.
તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું છે કે મારા કોરોનાનાં તપાસના રિપોર્ટમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. હું ઠીક છું અને ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છું. આ સાથે તેમણે તેમના સંપર્કમાં આવ્યા હોઈ તેવા દરેક લોકોને પણ તપાસ કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે હરિયાણામાં 1383 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે,શનિવારના રોજ હરિયાણામાં કોરોનાના 1383 નવા કેસ નોંધાયા હતા અને સાત દર્દીઓના મોત નીપજ્યાં હતાં. મોટાભાગના કેસો ગુરુગ્રામ અને કરનાલમાં જોવા મળ્યા હતા અને રેવારી એકમાત્ર જિલ્લો હતો જ્યાં કોઈ કેસ નોંધાયો ન હતા. તે જ સમયે, વધતા જતા કેસોને રોકવા માટે વહીવટીતંત્રે સીએમ સિટી કરનાલ સહિત ચાર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે આ સાથે જ શનિવારના રોજ અહીં 761 દર્દીઓ સ્વસ્થ થયા છે.
સાહિન-