- હરિયાણામાં કોરોના વકર્યો
- સૈનિક સ્કુલના 54 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
દિલ્હી – સમગ્ર દેશભરમાં કોરોનાનો ફરી એક વખત રાફળો ફાટ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે હવે હરિયાણામાં પણ કોરોનાના કેસનું સંક્રમણ વધતું જોવા મળ્યું છે
રાજ્ય હરિયાણના કરનાલ જીલ્લામાં એક સૈનિક સ્કુલના 54 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ એક સાથે પોઝિટિવ આવતા હાહાકાર મચવા પામ્યો છે.ઉલ્લેખનીય છે કે હરિયાણામાં શાળા અને કોલેજો શરુ થઇ ચૂકી હતી,ત્યાર બાદ કોરોનાનું સંક્રણ વધુ ફેલાય રહ્યું છે તેવી શંકાઓ સેવાી રહી છે, જો કે આ વાતને નકારી પણ શકાય નહી.
કરનાલમાં વિતેલા દિવસ મંગળવારે સાંજ સુધી કુલ 78 કેસ મળી આવ્યા હતા, જેને જોતા દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના નવા કેસો મામલે સરકારની ચિંતા વધી છે. કારણ કે મોટા ભાગના રાજ્યો સંપૂર્ણ રીચે ખુલી ગયા હતા, જ્યાં શિક્ષણથી લીને વ્યાપાર-ધંધા પણ ખુલી ચૂક્યા હતા. જો કોરોના ફેલાી છે તો હવે સ્થિતિ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો ગંભીર પગલા લઈ શકે છે.
સાહિન-