Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વકર્યો – જીલ્લાની એક શાળામાં 229 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Social Share

મુંબઈ – સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાી રહ્યો છે જેમાં મહારાષ્ટ્ર રાજ્ય મોખરે છે, જ્યા સતત કેસ વધતા જઈ રહ્યા છે, ત્યારે વાશિમ જિલ્લાના રિસોડ તાલુકામાં આવેલું ગામ દેગાવની એક શાળામાં પણ કોરોનાએ જાણે કહેર ફેલાવ્યો છે.

વાશીમ જીલ્લાની આ શાળામાં  તથા શાળાની હોસ્ટેલમાં રહેલા કુલ ૨૨૯ જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસમાં કોરોનાની ઝપેટમાં આવ્યા છે,તો બીજી તરફ કોરોનાના કહેરથી શિક્ષકો પણ બચી શક્યા નથી, વિદ્યાર્થીઓની સાથે સાથે  ૪ શિક્ષક અને  કર્મચારીઓને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

આ શાળામાં કોરોના વકરતા જ આ વાત વાયુવેસ પ્રસરી હતી જેને લઈને વાલીઓમાં પોતાના સંતાનોને લઈને ચિંતા વ્યાપી છે,આ શાળા અને શાળાની હોસ્ટેલમાં મોટા પ્રમાણમાં કોરોનાનો આંકડો જોવા મળતા આ સમગ્ર બાબતને ગંભીરતાથી લેતાં જિલ્લા અધિકારીએ વિતેલા દિવસે શાળાની મુલાકાત લીઘી હતી અને સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.

કોરોના ગ્રસ્ત ૨૨૯ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાલ હૉસ્ટેલમાં જ ક્વૉરન્ટીન કરાયા છે, આ કોરોના ગ્રસ્ત લોકોમાં અમરાવતી જિલ્લાના ૧૫૧, યવતમાળ જિલ્લાના ૫૫, વાશિમ જિલ્લાના ૧૧, હિંગોલી જિલ્લાના ૮, બુલઢાણાના ૩ અને અકોલાના એક વિદ્યાર્થી જોવા મળ્યો છે.આ સાથે જ એ તમામા વિદ્યાર્થીઓ કે જેઓ તેમના સંપર્કમાં આવ્યા હતા તેમનો કોરોનાનો રિપોર્ટ હાથ ધરવામાં આવ્યો હતો અને કોરોના નેગેટચિવ રિપોર્ટ વાળઆ તમામ વિદ્યાર્થીઓને દૂર રાખવામાં આવ્યા છે.આ સાથે જ ડોક્ટરોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે જે કરેક કોરોનાના નિયમોનું પાલન સાથે સારવારમાં લાગી છે.

સાહિન-