Site icon Revoi.in

દેશમાં ઓમિક્રોનના કુલ 41 કેસો વચ્ચે કેરળમાં ફરી કોરોના વકર્યોઃ 24 કલાકમાં 2,434 કેસ નોઁધાયા

Social Share

દિલ્હીઃ- જ્યા એક તરફ દેશભરમાં નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યા બીજી તરફ દેશમાં કોરોનાના કેસોમાં સામાન્ય સ્તરે વધારો નોંધાઈ રહ્યો છે,  હવે દેશમાં ઓમિક્રોનના કુલ 41 દર્દીઓ છે. મહારાષ્ટ્રના દર્દીઓ દુબઇથી પાછા ફર્યા છે જ્યારે ગુજરાતમાં મળેલા દર્દીઓ દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા છે. આ સાથે, 20 મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં 20, કર્ણાટકમાં 9, ગુજરાતમાં 4, દિલ્હીમાં 2, 2 દિલ્હીમાં અને કેરળ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં એક દર્દી જોવા મળે છે

આ બાબતે મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે સોમવારે મળી આવેલા દર્દીઓમાં પુણેની 39 વર્ષીય મહિલા છે, જ્યારે 33 વર્ષનો પુરુષ લાતૂરનો હતા. બંનેને રસીની બંને ડોઝ મળીચૂક્યા છે અને તેમને કોરોનાના કોઈ લક્ષણો નથી. આ સાથે નવા નોઁધાયેલો ગુજરાતનો 42 વર્ષીય દર્દી સુરતમાં રહે છે.

આ સમગ્ર સ્થિતિ વચ્ચે કોરોનાએ ફરી એક વખત કેરળને કેન્દ્રબિંદુ બનાવ્યું છે.કેરળમાં, છેલ્લા 24 કલાકમાં 2 હજાર 434 નવા કેસો જાહેર કરવામાં આવ્યા છે. તે જ સમયે 4 હજાર 308 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે.

જો કે આ સમયગાળા દરમિયાન 38 કોરોનાના દર્દીઓની મૃત્યુની પૃષ્ટિ પણ કરવામાં આવી હતી જે મોત ચિંતાનો વિષય સાબિત થાય છે.આ સાથે જ કેન્દ્ર સરકારની નવી દિશાનિર્દેશોપ્રમાણે, 165 લોકો કોવિડની મૃત્યુની સૂચિમાં ઉમેરવામાં આવ્યા છે. હવે કેરળમાં મૃત્યુની સંખ્યા 43 લાખને પાર પહોંચી છે.જો કે સક્રિય કેસો 36 હજારથી વધુ કેરળમાં જોવા મળે છે

Exit mobile version