Site icon Revoi.in

દેશમાં કોરોનાની રફ્તાર ઘીમી પડી- છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 20 હજાર 36 કેસ

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છએ ત્યારે હવે તેના રોજ બરોજ આવતા કેસની ગતિ ઘીમી  પડેલી જોવા મળી રહી છે,કોરોના વાયરસના દૈનિક કેસોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા 24 કલાકમાં, 20 હજાર 036 નવા કેસ નોંધાયા છે. ગુરુવારની તુલનામાં આજે નોંધાયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગઈકાલે ત 21 હજાર 822 નવા સંક્રમિત કેસ આવ્યા હતા. તે જ સમયે, કોરોનાથી સાજા થેયલા દર્દીઓની સંખ્યા 98 લાખથી વધુ પહોંચી ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 20 હજાર 036 નવા કેસ નોંધાયાછે, આ રીતે દેશમાં કુ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1 કરોડ 02 લાખ 86 હજાર 710 થઈ ચૂકી છે.તો બીજી તરફ આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે 256 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, આ સાથે જ કોરોના મૃતકોની સંખ્યા વધીને 1 લાખ 48 હજાર 944 થઈ ગઈ છે.

મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 98 લાખ 83 હજાર 461 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જ કુલ 23 હજાર 181 દર્દીઓએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે તે જ સમયે, દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા ત્રણ લાખથી નીચે પહોંચી ચૂકી છે.

હવે દેશમાં કોરોનાના સક્રીય કેસની કુલ સંખ્યા કુલ સંખ્યા 2 લાખ 54 હજાર 254 છે, જેની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. દેશમાં કોવિડ -19 ના કેસોમાં મૃત્યુ દર 1.44 ટકા ર્હોય  છે, જ્યારે દર્દીઓના સાજા થનાવો દર સમગ્ર વિશ્વમાં ઉચ્ચ સ્તરે છે જે 95.82 ટકા થઈ ગયો છે. આ સાથે જ હવે કોરોનાની રફ્તાર ઘીમી પેડલી જોવા મળી રહી છે તો બીજી તરફ વેક્સિનને લઈને કામગીરી ખુબજ ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે.

સાહિન-