Site icon Revoi.in

હિમાલચ પ્રદેશમાં કોરોના બેકાબૂ – મૃત્યુ દરમાં 0.2 ટકાનો વધારો નોંધાતા તંત્ર ચિંતામાં

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જ જાય છે ત્યારે રાજ્ય હિમાચલ પ્રદેશમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા આઠ દિવસની જો વાત કરીએ તો, કોરોનાએ રાજ્યમાં 34 લોકોનો ભોગ લીધો છે હત્યા કરી છે.મોતને ભેટેલા તમામે તમામ લોકો 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના છે.

આ સાથે જ રાજ્યમાં કોરોના મૃત્યુ દરમાં 0.2 ટકાનો વધારો થયો છે. આ પહેલા રાજ્યમાં મૃત્યુ દર 1.60 ટકા હતો, જે હવે 1.62 ટકા પર પહોંચી ગયો છે. બીજી તરફ, રિકવરી રેટમાં પણ ઘટાડો નોંધાયો છે. આ પહેલા રાજ્યમાં સાજા થવાનો દર 94 ટકા હતો, ત્યારે હવે આ દર ઘટીને 93.૧3 ટકા થયો છે.

વધતા કોરોનાના કેસ અને ગંભીર સ્થિતિ વચ્ચે સ્વાસ્થ્ય સચિવ અમિતાભ અવસ્થીએ સોમવારેના રોજ મેડિકલ કોલેજોના આચાર્યો અને મુખ્ય તબીબી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી.આ બેઠકમાં તેમણે કોરોનાને એટકાવવા બાબતે ચર્ચા કરી હતી.

હિમાચલ પ્રદેશ રાજ્યના  ઉના, કાંગડા, સિરમૌર, સિમલા અને સોલન જિલ્લામાં કોરોના વધુ કેસો જોવા મળી રહ્યા છે. સિમોલા જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 275 લોકોનાં મોત થયાં છે,તો બીજી તરફ કાંગરા જિલ્લામાં 228 લોકોનાં કોરોનાના કારણે મોત નીપજ્યાં છે.

જિલ્લા ઉનામાં સમુદાય સંક્રમણનો વ્યાપ વધ્યો છે. શહેરમાં કોરોના દર્દીઓ આવી રહ્યા છે. સરકારે જિલ્લા ઉનાના ડીસી અને સીએમઓને આ  સંક્રમણ અને મહામારી પ્રત્યે સતર્ક રહેવાના આદેશ આપ્યા છે.

સાહિન-