Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : શિરડીના સાઈબાબા અને મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન પર લગાવાઈ રોક

Social Share

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે, તેને જોતાં રાજ્યમાં સોમવારે રાત્રે 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યું લગાવી દીધું છે. સપ્તાહના અંતે સંપૂર્ણ લોકડાઉન રહેશે. અને વીકેંડ પર બહાર નીકળવા માટે વીકેંડ પાસ બતાવવો પડશે.

મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર પણ દર્શન માટેના આગામી આદેશ સુધી બંધ કરાયું છે. જોકે આ દરમિયાન મંદિરમાં પૂજા અને આરતી શરૂ રહેશે,પરંતુ તેમાં મંદિરના પૂજારી અને સ્ટાફનો જ સમાવેશ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 9857 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે,જયારે 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ સાથે જ શિરડીનું સાઈબાબા મંદિર પણ સોમવારે રાત્રે આઠ વાગ્યાથી બંધ કરવામાં આવ્યું છે. વિશ્વ વિખ્યાત સાઈબાબા મંદિર 30 એપ્રિલ સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન મંદિરમાં દિવસમાં ચાર વખત આરતી અને પૂજાના પાઠો સહિતના તમામ કાર્યક્રમો મંદિર સાથે સંકળાયેલા પંડિતો દ્વારા કરવામાં આવશે. સાઈ મંદિરની સાથે-સાથે પ્રસાદાલય અને ભક્ત નિવાસ પણ બંધ હોવાનું જણાવાયું છે.

દેવાંશી

 

 

Exit mobile version