Site icon Revoi.in

કોરોના રસીકરણનો 100 કરોડનો લક્ષ્યાંક હાંસલઃ CM ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય કર્મચારીઓ સાથે કરી ઉજવણી

Social Share

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરી ચુક્યો હતો. આ પ્રસંગ્રે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય કર્મચારીઓ સહિતા કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સિદ્ધિમાં યોગદાન આપનારા આરોગ્ય કર્મચારીઓને મીઠાઈ ખવડાવીને મોઢુ મીઠુ કરાવીને શુભકામનાઓ પાવાઠવી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કુલ 6.50 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ બાદ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું હતું. જેથી અત્યારે દરરોજ સરેરાશ લગભગ બે લાખથી વધારે વ્યક્તિઓને રસી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 18થી 45 વર્ષની ઉંમરના 2.51 કરોડ લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 99 લાખથી વધારે લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત 45 વર્ષથી વધુની ઉંમરના 1.70 કરોડ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. આવી જ રીતે 1.15 કરોડ લોકોએ બીજો ડોઝ લીધો છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 6.73 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. દરમિયાન ભારતે કોરોના રસીકરણમાં 100 કરોડનો લક્ષ્ય પાર કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગાંધીનગરમાં સેકટર 2ના અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમજ આ સિધ્ધિ મેળવવામાં પોતાનું યોગદાન આપનારા આરોગ્ય સેવા કર્મીઓનું મોં મીઠું કરાવી સફળતાની શુભેચ્છા આપી હતી.