Site icon Revoi.in

હવે અમેરિકામાં પણ 12-15 વર્ષના બાળકોને મળશે કોરોના રસી,ફાઇઝર-બાયોએનટેકની રસીને મળી લીલીઝંડી

Social Share

દિલ્હી : અમેરિકામાં પણ હવે 12-15 વર્ષના બાળકોને કોરોનાની રસી મળશે. જે માટે અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ ફાઇઝર-બાયોએનટેક કોવિડ -19 રસીને મંજૂરી આપી છે. એફડીએએ કોરોના વાયરસની લડાઈમાં તેને મહત્વનો નિર્ણય બતાવતા રસીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. એફડીએના એક્ઝિક્યુટિવ કમિશનર ડો. જેનેટ વુડકોકે કહ્યું કે, આ વિસ્તરણ આપણને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની નજીક લાવે છે.

કંપનીની રસી 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે પહેલેથી જ માન્ય થઇ ગઈ છે. જો કે,કંપનીએ શોધી કાઢ્યું કે, તેની રસી નાના બાળકો પર પણ અસરકારક છે,જેની જાહેરાત ફક્ત એક મહિના પછી કરવામાં આવી હતી.અમેરિકામાં ઓક્ટોબર પછી પ્રથમ વખત દૈનિક કેસો સરેરાશ 5૦,૦૦૦ ની નીચે આવી ગયા છે. ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ,યુએસ એરપોર્ટ ટેસ્ટીંગ સેન્ટરમાં લગભગ 16.7 લાખ લોકોને સ્ક્રીનીંગ કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના મધ્ય માર્ચથી સૌથી વધુ છે.

ફાઇઝરએ માર્ચ મહિનામાં ડેટા જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, 12-15 વર્ષની વયના 2,260 સ્વયંસેવકોને રસી આપવામાં આવી હતી. પરીક્ષણ ડેટામાં જાણવા મળ્યું છે કે, સંપૂર્ણ રસીકરણ પછી આ બાળકોમાં કોરોના સંક્રમણના કોઇ કેસ મળ્યાં નથી. તેણે દાવો કર્યો છે કે, તેની રસી બાળકો પર 100 ટકા અસરકારક છે. ફાઇઝરએ જાણ કરી હતી કે, 12 થી 15 વર્ષની વયના બાળકો, જેને 18 વર્ષની વયની તુલનામાં રસી ડોઝ આપવામાં આવ્યો હતો,તેઓ કોરોનાથી સંક્રમિત નથી.