Site icon Revoi.in

પરણ્યા એટલે પ્યારા લાડી…. કોરોના પીડિત વરરાજા અને કન્યાએ PPE કીટ પહેરીને ફર્યા સપ્તપદીના ફેરા

Social Share

મુંબઈઃ કોરોના કાળમાં લગ્ન સહિતના સામાજીક પ્રસંગ્રોમાં અનેક ફેરફાર થયાં છે. હવે ઓછા મહેમાનોમાં લગ્ન સહિતના શુભપ્રસંગો યોજાઈ રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના પીડિત વરરાજાએ અને કન્યાએ પીપીઈ કીટ પહેરીને લગ્ન કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં આ અનોખા લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા છે. વરરાજા કોરોના પોઝિટિવ હોવાને કારણે, કન્યાએ પણ પી.પી.ઇ કીટ પહેરી હતી અને ત્યારબાદ લગ્નની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી.

મધ્યપ્રદેશના રતલામના જિલ્લા અધિકારી નવીન ગર્ગે જણાવ્યું હતું કે ‘વરરાજા 19 એપ્રિલના રોજ કોરોના પોઝિટિવ બન્યો હતો. અમે લગ્ન રોકવા માટે અહીં પહોંચ્યા હતા, પરંતુ પરિવારના સભ્યોની વિનંતી અને વરિષ્ઠ અધિકારીઓની સલાહ પછી તેને મંજૂરી આપવામાં આવી હતી. વરરાજા અને કન્યા બંનેએ પી.પી.ઇ કીટ પહેરી હતી. જેથી કોરોના ચેપ ફેલાય નહીં. ‘ જો કે કેટલાક લોકો સાવચેતી સાથે લગ્નની પ્રશંસા કરી રહ્યા છે.

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના એસપી મનોજકુમારસિંહે જાહેરાત કરી છે કે તેઓ તેમના ઘરે 10 કે તેથી ઓછા લોકો સાથે લગ્ન કરનારા વર અને કન્યાને ભોજન પૂરા પાડશે. મનોજ કુમારસિંહે કહ્યું, ’10 કે તેથી ઓછા મહેમાનોની હાજરીમાં હું વરરાજાને મારા ઘરે ડિનર માટે લગ્ન માટે આમંત્રણ આપીશ. આવા યુગલોનું સન્માન કરવામાં આવશે અને તેમને મોમેન્ટો એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી વાહનો પણ તેમને લાવવાની અને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે.