1. Home
  2. Tag "PPE KIT"

નોન ICU વોર્ડમાં આરોગ્ય કર્મચારીઓને PPE કિટ પહેરવી આવશ્યક નથી, માત્ર માસ્ક અને ફેસ શિલ્ડ પર્યાપ્ત છે: ડૉ. રણદીપ ગુલેરિયા

આરોગ્ય કર્મચારીઓને નોન ICU વોર્ડમાં PPE કિટ પહેરવાની જરૂર નથી N 95 માસ્ક અને ફેસ શિલ્ડ જ પૂરતા છે AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ આ સૂચન કર્યું નવી દિલ્હી: સમગ્ર દેશમાં અત્યારે કોરોનાએ ભરડો લીધો છે ત્યારે નોન ICU વોર્ડમાં કોવિડ-19 દર્દીઓની સંભાળ લેતી વખતે આરોગ્ય કર્મચારીઓએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવાની જરૂર નથી તેવું AIIMSના ડાયરેક્ટર […]

કોરોના ડ્યુટીમાં સતત વ્યસ્ત એમ્યુલન્સ ચાલકનો PPE કીટમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ

મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. હોસ્પિટલમાં તબીબો સહિતનો સ્ટાફ સતત 24 કલાક ફરજ બજાવી રહ્યાં છે. આ કોરોના વોરિયર્સ તણાવ દૂર કરવા અને હળવા થવાની સાથે કોરોના પીડિતોનો જુસ્સો વધારવા ડાન્સ અને ગીતો પણ ગાવાનું પસંદ કરે છે. તેમજ વિવિધ એક્ટિવીટી કરે છે. દરમિયાન ઉત્તરાખંડમાં એક હોસ્પિટલના એમ્બ્યુલન્સ […]

પરણ્યા એટલે પ્યારા લાડી…. કોરોના પીડિત વરરાજા અને કન્યાએ PPE કીટ પહેરીને ફર્યા સપ્તપદીના ફેરા

મુંબઈઃ કોરોના કાળમાં લગ્ન સહિતના સામાજીક પ્રસંગ્રોમાં અનેક ફેરફાર થયાં છે. હવે ઓછા મહેમાનોમાં લગ્ન સહિતના શુભપ્રસંગો યોજાઈ રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના પીડિત વરરાજાએ અને કન્યાએ પીપીઈ કીટ પહેરીને લગ્ન કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં આ અનોખા લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા છે. વરરાજા કોરોના […]

પીપીઈ કિટ અને માસ્ક પણ હવે રિયૂઝ થઈ શકશે – આઈઆઈટી મંડીના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનું કાપડ તૈયાર કર્યું

નેનોનાઈફ મોડિફાઈડ ફેબ્રિકની અનેક ખાસિયતો કડકતા તાપમાં આ કાપડ થઈ જાય છે સાફ આ કાડડની બનેલી પીપીઈ કીટ કપડાની જેમ વાંરવાર પહેરી શકાશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે દેશમાં માસ્ક, પીપીઈ કિટ જેવી જરુરીયાતની વસ્તુઓના ઉપયોગ મોટા ભાગે વધ્યા છે.આવી સ્થિતિમાં આપણે પીપીઈ કિટને એક વખત પહેરીને તેનો નાશ કરીએ છીએ, […]

કોર્પોરેશન ચૂંટણીઃ કોરોના પીડિત દર્દી પણ કરી શકશે મતદાન !

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા માટે તા. 21મી ફેબ્રુઆરીના રોજ કોરોના ગાઈડલાઈન અનુસાર મતદાન યોજાશે. કોર્પોરેશનની ચૂંટણીમાં કોરોના પીડિત દર્દી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવા પ્રયાસ કરવામાં આવ્યાં છે. મતદાનના દિવસે છેલ્લા એક કલાકમાં કોવિડ-19નો દર્દી પીપીઈ કીટ પહેરીને મતદાન કરી શકશે. જો કે, દર્દીએ તબીબનું પ્રમાણપત્ર આપવું પડશે. ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર […]

પટનામાં બ્રિટનથી આવેલા 19 પ્રવાસીઓને પોલીસ પીપીઈ કીટ પહેરીને શોધી રહી છે

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યાં બાદ દુનિયાના વિવિધ દેશોમાં ભય ફેલાયો છે. તેમજ ભારત દ્વારા ઈંગ્લેડન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બ્રિટનથી આવેલા પ્રવાસી સહિત 38 વ્યક્તિઓમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી આવ્યાં છે. બીજી તરફ સમગ્ર દેશમાં બ્રિટનથી આવેલા અન્ય પ્રવાસીઓને શોધવામાં આવી રહ્યાં છે. બિહારની રાજધાની પટનામાં પોલીસની ટીમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code