1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીપીઈ કિટ અને માસ્ક પણ હવે રિયૂઝ થઈ શકશે – આઈઆઈટી મંડીના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનું કાપડ તૈયાર કર્યું
પીપીઈ કિટ અને માસ્ક પણ હવે રિયૂઝ થઈ શકશે – આઈઆઈટી મંડીના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનું કાપડ તૈયાર કર્યું

પીપીઈ કિટ અને માસ્ક પણ હવે રિયૂઝ થઈ શકશે – આઈઆઈટી મંડીના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનું કાપડ તૈયાર કર્યું

0
Social Share
  • નેનોનાઈફ મોડિફાઈડ ફેબ્રિકની અનેક ખાસિયતો
  • કડકતા તાપમાં આ કાપડ થઈ જાય છે સાફ
  • આ કાડડની બનેલી પીપીઈ કીટ કપડાની જેમ વાંરવાર પહેરી શકાશે

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે દેશમાં માસ્ક, પીપીઈ કિટ જેવી જરુરીયાતની વસ્તુઓના ઉપયોગ મોટા ભાગે વધ્યા છે.આવી સ્થિતિમાં આપણે પીપીઈ કિટને એક વખત પહેરીને તેનો નાશ કરીએ છીએ, કારણ કે આ પીપીઈ કિટ રીયૂઝ નથી હોતી, પરંતુ હવે મંડી સ્થિતિ આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ આ માટેનો પણ ખાસ રસ્તો શાધી કાઢ્યો છે.

અહીં વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારનું કાપડ રેડી કર્યું છે, આ કાપડમાંથી પીપીઈ કીટ અને માસ્ક બનાવી શકે છે, આ કાપડ એવપં હશે કે જે કોરોના વાયરસને શરીર પર કે શ્વાસમાં પ્રવેશવા દેશે નહી, આ ખાસ પ્રકારના કાપડમાંથી બનેલું એક માસ્કની કિમંત  30 રૂપિયા હશે,જ્યારે કિટ માટે તેનો ઉપયોગ પણ ઘણો ફાયદા કરાવશે, આ કાપડની કિમંતની જો વાત કરીએ તો પ્રતિ સ્ક્વેર સેન્ટી મીટરના રુપિયા અઢી થી લઈને 3 રૂપિયા રખાશે.

વૈજ્ઞાનિકો દ્રારા બનાવેલ આ કાપડ ખૂબ જ ખાસિયત ધરાવે છે, તેનુી સૌથી માટી ખાસિયત એ છે કે, આ કાપડને આપણે ઘોઈ શકીએ છીએ, અને ફરીથી તેનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે જો આ કાપડમાંથી માસ્ક કે પીપીઈ કીટ બનાવવામાં આવે છે તો તેનો વારંવાર ઉપયોગ થશે, આ કાપડના આવવાથી વેસ્ટના ઢગલા જે હાલ થઈ રહ્યા છે તેમાં ધટાડો લાવી શકાશે, કારણ કે હાલ પીપીઈ કીટને એક વખત પહેરીને નષ્ટ કરવામાં આવે છે જ્યારે આ કાપજડથી પીપીઈ કીટને ઘોઈને રિયૂઝ કરી શકાશે.

આ કાપડ ઘઓઈને તડકામાં રાખવાથી તે સાફ થઈ જાય છે, આથી વિશેષ કે આ કાપડમાં સરળતાથી શ્વાસ પણ લઈ શકાશે, આઈઆઈટી મંડીની સ્કુલ ઓફ બેઝિક સાયન્સના સંશોધકોએ દ્રારા ખાસ પ્રકારના કાપડની શોધ કરાઈ છે. એક રિસર્ચ પ્રમાણે આ કાપડમાંથી બનેલા માસ્ક તથા પીપીઈ કીટને વધુમાં વધુ 60 વખત વોશ કરી શકાશે, જો કે આટલા વોશ બાદ પણ  તેમાં રહેલી એન્ટીબેક્ટેરિયલ ક્ષમતા જળવાશે

આ ખાસ કાપડને બનાવવા માટે તેમાં મોલિબ્ડેનમ સલ્ફાઈડ, એમઓએસ2ના નેનોમીટર આકારની શીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની ઘાર અને ખુણાઓ બેક્ટેરિયા અને વાયરલ પટલ ચપ્પુંની જેન નાશ કરે છે, આ માર્કેટમાં આવવાથી ઘણો ફાયદો થઈ શકે છે.

સાહિન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code