Site icon Revoi.in

કોરોનાનો પ્રકોપ : જગન્નાથ મંદિરના દ્વાર 10 જાન્યુઆરીથી ભક્તો માટે બંધ

Social Share

ઓડીસા :દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળે છે.લાખોની સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.આ સાથે કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન વેરિયન્ટના પણ કેસો જોવા મળી રહ્યા છે,જેને પગલે પૂરીમાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે.

કોરોનાના વધતા જતા કેસોને જોતા ઓડીસાના પૂરીમાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિર 10 જાન્યુઆરીથી ભક્તો માટે બંધ રહેશે.એક વરિષ્ટ અધિકારીએ શુક્રવારે આ અંગે માહિતી આપી હતી.અધિકારીએ જણાવ્યું કે,મંદિરના સેવકોની શીર્ષ સંસ્થા છતીસા નીજોગની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય મુજબ મંદિર 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે.બેઠકમાં જગન્નાથ મંદિર પ્રશાસનના કર્મચારી અને જિલ્લા અધિકારીઓએ ભાગ લીધો હતો.

પૂરીના જિલ્લા અધિકારીએ જણાવ્યું કે,ભક્તો અને સેવાદારોના હિતને જોતા 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી મંદિરને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છતીસા નીજોગની બેઠકમાં સર્વાનુમતે નિણર્ય લેવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે, 12 મી સદીના મંદિરમાં દૈનિક અનુષ્ઠાન પરંપરા મુજબ પૂજારીયો અને સેવકો દ્વારા કરવામાં આવશે.મંદિર પ્રશાસનના કેટલાક કર્મચારીઓના સદસ્યો અને સેવાદારોના કોવિડ સંક્રમિત થયાના એક દિવસ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Exit mobile version