Site icon Revoi.in

કોરોનાવાયરસ: દેશમાં 95 ટકાથી વધારે રિકવરી, ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે લોકો

Social Share

નવી દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેરના કારણે દેશમાં લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો, પણ હવે તેમાં રાહત મળી રહી છે. જો વાત કરવામાં આવે કોરોનાવાયરસની બીજી લહેર વિશે તો મોટા ભાગે તે શાંત થઈ ગઈ છે અને રિકવરી પણ દેશમાં સારી એવી થઈ છે.

ભારતમાં સતત છઠ્ઠા દિવસે કોવિડ-19ના 1 લાખ કરતા ઓછા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નવા 80,000 કેસ સામે આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ 95.26 ટકાએ પહોંચી ગયો છે. મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 80,834 નવા કેસ સામે આવ્યા છે જે 71 દિવસમાં સૌથી ઓછા છે. જ્યારે આ દરમિયાન કોરોનાના 1.32 લાખ દર્દીઓ સાજા/રિકવર થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 13 જૂન, 2021ના રોજ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 80,834 નવા કેસ સામે આવ્યા છે અને તે દરમિયાન 3,303 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમયમાં જ 1,32,062 દર્દીઓ સાજા થયા છે. દેશમાં હાલ કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 10,26,159 જેટલી છે.

ગત મહિનાથી જ દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે અને સાથે જ દર્દીઓના સાજા થવાના દર એટલે કે રિકવરી રેટમાં પણ ઝડપથી વધારો થયો છે.

દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પણ ઝડપથી વધી રહી છે અને દેશમાં અત્યાર સુધીમાં 15 ટકા જેટલા લોકોનું વેક્સિનેશન કરવામાં આવી ચૂક્યુ છે.