Site icon Revoi.in

કોરોનાવાયરસ અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1421 નવા કેસ નોંધાયા,149 મોત  

Social Share

દિલ્હી : દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે.ત્યારે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે, રોજેરોજ નોંધાતા કેસોનો આંકડો હવે ઓછો થતો જોવા મળી રહ્યો છે તો સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતા પણ બમણી થઈ ચૂકી છે.

દેશમાં કોરોનાના કેસ ઘટીને 1500થી ઓછા થઈ ગયા છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1421 નવા કેસ નોંધાયા છે.એક દિવસ પહેલા જ કોરોનાના 1660 નવા કેસ નોંધાયા હતા. હવે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,30,19,453 થઈ ગઈ છે.તો દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાને કારણે 149 લોકોના મોત થયા છે. હવે દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 5,21,004 પર પહોંચી ગયો છે.

દેશમાં કેસોની ઘટતી સંખ્યાને કારણે એક્ટિવ કેસોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 554 એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે, જેના પછી છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 16,187 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસ હવે કુલ કેસના માત્ર 0.04 ટકા છે.

ઉલ્લેખનીય છે કે,સરકાર દ્વારા હજુ પણ લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવે છે અને દરરોજ લાખોની સંખ્યામાં વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે ત્યારે લોકોએ પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે