Site icon Revoi.in

કોરોનાવાયરસ અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1,549 નવા કોવિડ-19 કેસ,ગઈકાલ કરતાં 12% ઓછા 

Social Share

દિલ્હી:દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે. ત્યારે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે, રોજેરોજ નોંધાતા કેસોનો આંકડો હવે 3 હજારથી પણ ઓછા જોવા મળી રહ્યો છે તો સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતા પણ બમણી થઈ ચૂકી છે.જોકે,વિદેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે લોકોએ પણ સતર્ક રહેવું જોઈએ.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કોરોનાના 1,549 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.જે ગઈકાલની સરખામણીમાં 12 % ઓછા જોવા મળે છે. તે જ સમયે, આ સમયગાળામાં કોરોના વાયરસના કારણે 31 લોકોના મોત થયા છે.આ સાથે, ભારતમાં કોવિડથી મૃત્યુઆંક 516,510 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 42, 467, 774 લોકો આ વાયરસથી સાજા થયા છે.

ઉલ્લેખનીય છે કે,સરકાર દ્વારા હજુ પણ લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવે છે અને દરરોજ લાખોની સંખ્યામાં વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે ત્યારે લોકોએ પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.