Site icon Revoi.in

કોરોનાવાયરસ અપડેટ: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4,194 નવા કોવિડ-19 કેસ નોંધાયા

Social Share

દિલ્હી:કોરોનાના કેસ હજુ પણ નોંધવામાં આવી રહ્યા છે.ત્યારે લોકો દ્વારા હજુપણ બેદરકારી રાખવામાં આવી રહી છે.આ લોકોની બેદરકારી સમ્રગ દેશમાં ભારી પડી શકે તેમ છે. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,194 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં આ થોડો વધારો છે જયારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 255 લોકોના મોત થયા છે.અત્યાર સુધીમાં કુલ 1,79,72,00,515 રસીકરણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,સરકાર દ્વારા હજુ પણ લોકોને સતર્ક રહેવાની સુચના આપવામાં આવે છે.