Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ અમદાવાદમાં કોંગ્રેસના ગઢમાં AIMIMએ પાડ્યું ગાબડું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, બીએસપી અને એવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમની હાજરી જોવા મળી હતી. અમદાવાદમાં એઆઈએમઆઈએમએ કોંગ્રેસના ગઢ ગણાતા જમાલપુરમાં એક પેનલ એટલે કે ચાર બેઠકો ઉપર જીત મેળવી હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં ભાજપનો ભગવો લહેરાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ દ્વારા ઉમેદવારોને ચૂંટણીજંગમાં ઉતારવામાં આવ્યાં છે. કોર્પોરેશનની ચૂંટણીમાં આ પાર્ટીઓએ કોંગ્રેસને ભારે પડી હતી. અમદાવાદના મુસ્લિમ બહુમતી ધરાવતા જમાલપુર વિસ્તારમાં કોંગ્રેસ અને AIMIMએ વચ્ચે જંગ જામ્યો હતો. જમાલપુરમાં ચારેય બેઠકો ઉપર AIMIMના ઉમેદવારોના વિજય થયો હતો. આમ ગુજરાતના રાજકારણમાં એવૈસીની એન્ટ્રી થઈ છે. આ ઉપરાંત સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો ઉપર જીત મેળવી હતી. સુરતમાં આમ આદમી પાર્ટી બીજી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

અમદાવાદ કોર્પોરેશના 48 વોર્ડની 192 બેઠકો ઉપર યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી યોજાઈ હતી. જેમાં ભાજપને સૌથી વધારે બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને 13 જેટલી બેઠકો મળી હોવાનું જાણવા મળે છે. જ્યારે AIMIMના ચાર ઉમેદવારોની જીત થઈ હોવાનું જાણવા મળે છે.