Site icon Revoi.in

કોરોનાને લઈને દેશ સતર્ક – આરોગ્ય મંત્રીએ દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચી સ્થિતિની સમિક્ષા કરી

Social Share

દિલ્હીઃ-  ચીનમાં વધતા જતા કોરોનાના કેસોએ વિશ્વની ચિંતા ફરી એક વખત વધારી દીધી છે ત્યારે ચીનથી આવતા યાત્રીઓ માટે કોરોનાનું ટેસ્ટિગં ફરજિયા કરવામાં આવ્યું છે માત્ર ભારત જ નહી ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહીતના દેશોએ ચીન માટે કોરોનાના નિયમો લાગૂ કર્યા છે તેવી સ્થિતિમાં ભારતમાં પણ ખૂબ સતર્કતા દાખવવમાં આવી રહી છે જેના ભાગરુપે દિલ્હી એરપોર્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ ફરી શકુ કરવામાં આવ્યું છે.

આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જ આંતરરાષ્ટ્રીય મુસાફરોને લઈને નવી સૂચનાઓ જારી કરી છે. આ નવા આદેશોમાં કહેવામાં આવ્યું છે કે, ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી ભારતના કોઈપણ એરપોર્ટ પર આવતા મુસાફરો માટે કોવિડનો નેગેટિવ રિપોર્ટ આવશ્યક છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને કોવિડ ટેસ્ટિંગ ફેસિલિટીની સમિક્ષા કરી હતી તેઓ એરપોર્ટ આવી પહોચ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પરિસ્થિતિનો તાગ મેળવવા દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લીધી હતી અને કોવિડ-19 માટેની તૈયારીઓ અને સ્ક્રીનિંગ સુવિધા જોઈ હતી. આ દરમિયાન આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે.