Site icon Revoi.in

કોવેક્સિન અને કોવિશિલ્ડ હવે મળી શકે છે સ્ટોરમાં – નિષ્ણાંતોએ માર્કેટમાં ઉપલબ્ધ કરાવા માટે ભલામણ કરી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસો લતત વધતા રહ્યા છે ાવી સ્થિતિ વચ્ચે વેક્સિનમ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે હવે કોરોનાની કોવેક્સિન અને કોવિશિલ્ડને માર્કેટમાં ઉપલબ્ધ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ દેશની સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ વિતેલા દિવસને બુધવારે આ વેક્સિનને માર્કેટિંગ મંજૂરીની ભલામણ કરી હતી.ઉલ્લેખનીય છે કે હવે દેશમાં આ રસીઓના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. ફાર્મા કંપનીઓ-સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ભારત બાયોટેકએ ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાને અનુક્રમે તેમની એન્ટિ-કોવિડ રસીઓ – કોવિશિલ્ડ અને કોવેક્સિન માટે નિયમિત માર્કેટિંગ મંજૂરી મેળવવા અરજીઓ સબમિટ કરી હતી.

સરકારી અને નિયમનકારી બાબતો પ્રકાશ કુમાર સિંહે 25 ઓક્ટોબરે ડીસીજીઆઈ ને આ મામલે અરજી આપી હતી. ડીસીજીઆઈ એ પુણે સ્થિત કંપની પાસેથી વધુ ડેટા અને દસ્તાવેજો  પણ માંગ્યા હતા, જેના પગલે સિંહે તાજેતરમાં વધુ ડેટા અને માહિતી સાથે જવાબ સબમિટ કર્યો હતો.

થોડા અઠવાડિયા પહેલા ડીસીજીઆઈ ને મોકલવામાં આવેલી અરજીમાં, હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના સંપૂર્ણ સમયના નિર્દેશક વી કૃષ્ણ મોહને, કોવેક્સિન માટે નિયમિત માર્કેટિંગ મંજૂરી માંગી, રસી સંબંધિત સંપૂર્ણ માહિતી પ્રદાન કરી હતી

આ જવાબમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 2જા અને 3જા ક્લિનિકલ ટ્રાયલ સ્ટડી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, કોવિડશિલ્ડ રસીના 100 કરોડથી વધુ ડોઝ આ દેશમાં અને વિશ્વભરના લોકોને અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે થોડા સમયમાં એ વેક્સિન માર્કેટમાં ઉપલબ્ધ કરાવામાં આવી શકે છે.