Site icon Revoi.in

કોવિડ-19 : કેનેડાએ ભારતથી પેસેન્જર ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો

Social Share

દિલ્હી :કોરોનાના વધતા જતા કેસોને કારણે કેનેડા સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને વધુ 30 દિવસ માટે લંબાવ્યો છે. ફેડરલ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. અગાઉ આ પ્રતિબંધ 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તે આવતા મહિને 21 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.

કોવિડ -19 મહામારીની બીજી લહેર અને કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટના વધતા સંક્રમણને કારણે કેનેડામાં પહેલીવાર 22 એપ્રિલના લગાવામાં આવ્યા બાદ આ પાંચમી વખત છે.જયારે પ્રતિબંધને વધારવામાં આવ્યો છે.આ પહેલા ગયા મહીને 19 જુલાઈના કેનેડા સરકારે પ્રતિબંધને 21 ઓગસ્ટ સુધી આગળ વધારતા કહ્યું હતું કે,પ્રતિબંધને સાર્વજનિક સ્વાસ્થ્ય સલાહ પર વધારવામાં આવ્યો છે.

ઉપરાંત, કેનેડાની સરકારે કહ્યું હતું કે, તેણે ઇનડાયરેકટ રૂટના માધ્યમથી ભારતથી કેનેડા જતા મુસાફરો માટે ત્રીજા દેશની પ્રસ્થાન પહેલાની કોવિડ -19 કસોટી સંબંધિત જરૂરિયાતમાં પણ વધારો કર્યો છે. કેનેડા માટે પ્રસ્થાનના બીજા પોઈન્ટએ જોડાયેલા ભારતના મુસાફરોને કેનેડાની મુસાફરી ચાલુ રાખતા પહેલા ફરજિયાત પૂર્વ-પ્રસ્થાન COVID નેગેટિવ RT-PCR પરીક્ષણની જરૂર પડશે.

આ ઉપરાંત, કેનેડાની સરકારે કહ્યું હતું કે, જો દેશમાં કોરોનાની સ્થિતિ સારી રહે છે, તો તે 7 સપ્ટેમ્બરથી પોતાની સીમાઓને કોઇ પણ સંપૂર્ણ રસીવાળા પ્રવાસીઓ માટે ખોલી દેશે, જેમણે કેનેડામાં પ્રવેશ કરવા માટે ઓછા માં ઓછા 14 દિવસ પહેલા કેનેડા-સ્વીકૃત વેક્સિનની સરકાર સાથે રસીકરણનો કોર્ષ પૂર્ણ કર્યો છે, અને જે વિશિષ્ટ પ્રવેશ જરૂરિયાતોને પૂર્ણ કરે છે.