Site icon Revoi.in

Covid-19 Vaccine: 18-56 વર્ષની વય જૂથના માત્ર 12 ટકા લોકોએ લીધો બુસ્ટર ડોઝ

Social Share

દિલ્હી:કોરોના મહામારીને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું અને તે હજુ પણ શરૂ જ છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં 18-56 વર્ષની વય જૂથના 77 કરોડ પાત્ર લોકોમાંથી માત્ર 12 ટકા લોકોએ જ કોવિડ-19 રસીની સાવચેતીભરી માત્રા લીધી છે.જ્યારે 92 ટકા પાત્ર લોકોએ રસીના બંને ડોઝ લીધા છે.ઉપરાંત 98 ટકા પુખ્તોએ ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે.

આ ઉપરાંત, 60 વર્ષ અને તેથી વધુ વયના 16.80 કરોડ લોકો, 35 ટકા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરોને નિવારક ડોઝ આપવામાં આવ્યા છે, એમ આરોગ્ય મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 15.66 કરોડ સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 10.39 કરોડ ડોઝ કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ શરૂ થયા બાદ 15 જુલાઈથી આપવામાં આવ્યા છે.

તેમના જણાવ્યા મુજબ, 14 જુલાઈ સુધી 18-59 વર્ષની વય જૂથના 64,89,99,721 પાત્ર લોકોમાંથી આઠ ટકાને નિવારક ડોઝ આપવામાં આવ્યા હતા.15 જુલાઈથી શરૂ થયેલા અભિયાન હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા 9,28,598 વિશેષ રસીકરણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.આરોગ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે,રેલ્વે સ્ટેશનો પર 4,259, બસ સ્ટેશનો પર 9,183, એરપોર્ટ પર 370, શાળાઓ અને કોલેજોમાં 1,16,675, ધાર્મિક સ્થળોના માર્ગ પર 3,522 અને અન્ય સ્થળોએ 7,94,589 કેમ્પ લગાવવામાં આવ્યા હતા.