Site icon Revoi.in

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે રમાશે ક્રિકેટ મેચ,જાણો ક્યારે અને ક્યાં જોવાની લાઈવ

Social Share

મુંબઈ: હાલમાં જ વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવી હતી. ક્રિકેટ ચાહકો ટૂંક સમયમાં આ બંને દેશોની ટીમો વચ્ચે બીજી મેચ જોવાના છે. આ મેચ 10મી ડિસેમ્બરે રમાશે. અંડર-19 એશિયા કપમાં બંને દેશોની ટીમો આમને-સામને ટકરાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ દુબઈના ICC એકેડમી ઓવલ 1 સ્ટેડિયમમાં રમાશે.  આ ટૂર્નામેન્ટ 8 ડિસેમ્બરથી શરૂ થઈ છે. જ્યારે ફાઇનલ મેચ 17મી ડિસેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અંડર-19 એશિયા કપ 2023 8 ટીમો વચ્ચે રમાઈ રહ્યો છે. પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને નેપાળને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે જ્યારે ગ્રુપ Bમાં શ્રીલંકા, જાપાન, UAE અને બાંગ્લાદેશ છે.

ભારતીય અંડર-19 ટીમે આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. ટીમ ઈન્ડિયાએ દુબઈના આઈસીસી ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડમાં અફઘાનિસ્તાન અંડર-19 ટીમ સામે રમાયેલી મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની આખી ટીમ 173 રન પર જ સિમિત રહી હતી. 174 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય અંડર-19 ટીમે 7 વિકેટે મેચ જીતી લીધી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ મેચ ક્યારે છે ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપની મેચ 10 ડિસેમ્બરે ICC એકેડેમી ઓવલ 1, દુબઈ ખાતે સવારે 11 વાગ્યે શરૂ થશે.

ભારત વિ પાકિસ્તાન અંડર-19 એશિયા કપ મેચ ક્યાં જોવી?

એશિયા કપ અંડર-19 ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.