Site icon Revoi.in

ગુનેગારોમાં કાયદાનો ભય વધ્યો, મહિલા ઉપર થતા અત્યાચારમાં થયો ઘટાડો

Social Share

દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં 2020માં હત્યાના બનાવોમાં વધારો થયો છે. જો કે, 2019ની સરખામણીમાં મહિલાઓની વિરોધમાં થતા ગુનામાં ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર બળાત્કારના સૌથી વધારે બનાવ રાજસ્થાનમાં નોંધાયાં હતા. 19 મેટ્રો શહેરોમાં ગુનાખોરીની યાદીમાં સતત બીજા વર્ષે પણ દિલ્હી સૌથી ઉપર છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે હત્યા થઈ હતી.

એનસીઆરબીના આંકડા અનુસાર વર્ષ 2020માં બલાત્કારના દરરોજ સરેરાશ 77 કેસ નોંધાય છે. ગયા વર્ષે દુષ્કર્મના કુલ 28046 કેસ નોંધાયાં હતા. દેશમાં સૌથી વધારે કેસમાં રાજસ્થાન પ્રથમ ક્રમે છે તે બાદ ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અપહરણના બનાવોમાં થયો ઘટાડો. ગયા વર્ષે પૂરા દેશમાં મહિલા વિરોધમાં 3.71 લાખ જેટલા કેસ નોંધાયાં હતા. જેની સરખામણીએ વર્ષ 2019માં 4.05 અને 2018માં 3.78 લાખ બનાવો નોંધાયાં હતા. આમ બે વર્ષની સરખામણીમાં મહિલા સામેના અત્યાચારના બનાવો ઘટ્યાં છે. આ ઉપરાંત બળાત્કારના 28 હજાર જેટલા ગુના નોંધાયાં હતા. જ્યારે 2019માં 32033, વર્ષ 2018માં 33356, 2017માં 32559 અને 2016માં 38947 કેસ નોંધાયાં હતા. આમ બળાત્કારના બનાવોમાં પણ ઘટાડો થયો છે.

19 મેટ્રો શહેરમાં વર્ષ 2020માં દિલ્હીમાં સૌથી વધારે કેસ નોંધાયાં છે. રિપોર્ટ અનુસાર વિવિધ ગુના હેઠળ 2.45 લાખ કેસ નોંધાયાં હતા. દિલ્હીમાં વર્ષ 2019માં 2.96 લાખ કેસ નોંધાયાં હતા. NCRBના રિપોર્ટ અનુસાર વર્ષ 2019ની સરખામણીમાં હત્યાના બનાવમાં 1 ટકાનો વધારો થયો છે. 2020માં દરરોજ સરેરાશ 80 હત્યાના કેસ નોંધાયા હતા. એક વર્ષમાં 29193 હત્યાના બનાવ નોંધાયાં હતા. સૌથી વધારે ઉત્તરપ્રદેશમાં 3779, બિહારમાં 3150, મહારાષ્ટ્રમાં 2163, મધ્યપ્રદેશમાં 2101 અને પશ્ચિમ બંગાળમાં 1948 બનાવો નોંધાયાં હતા.