Site icon Revoi.in

ક્રુડ ઓઈલની કિંમતમાં સામાન્ય વધારો, 84 ડોલર પ્રતિ બેરલ નજીક પહોંચી

Social Share

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ $84 અને WTI ક્રૂડની કિંમત બેરલ દીઠ $79 આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.  

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 72 પૈસા, ડીઝલનો ભાવ 87 રૂપિયા 62 પૈસા, મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104 રૂપિયા 21 પૈસા, ડીઝલનો ભાવ 92 રૂપિયા 15 પૈસા, કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103 રૂપિયા 94 પૈસા, ડીઝલનો ભાવ 90 રૂપિયા 76 પૈસા, ચેન્નાઈમાં પેટ્રોલ 100 રૂપિયા 75 પૈસા અને ડીઝલ 100 રૂપિયા 75 પૈસા છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં, આ અઠવાડિયાનાં પ્રથમ દિવસે શરૂઆતના વેપારમાં, બ્રાન્ડેડ ક્રૂડ $0.28 અથવા 0.34 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ $83.24 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ $ 0.31 અથવા 0.40 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ $ 78.45 પર ટ્રેડ કરી રહ્યું છે.