Site icon Revoi.in

ક્રિપ્ટોકરન્સી બિલને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી, ટૂંક સમયમાં કેબિનેટને મોકલાશે- સરકાર

Social Share

દિલ્લી: નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, સરકાર એક ક્રિપ્ટોકરન્સી બિલને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે. તેને ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં મોકલવામાં આવશે.

વર્ષ 2018માં ભારતીય રિઝર્વ બેંકએ ક્રિપ્ટોકરન્સી વ્યવહાર સંબંધિત બેન્કોને પ્રતિબંધિત કર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે માર્ચમાં આ પ્રતિબંધ હટાવ્યો હતો. દેશમાં ક્રિપ્ટોકરન્સી માટે પૂરતો કાયદો નથી. એવામાં સરકાર ક્રિપ્ટોકરન્સી પર કેટલાક વધુ કાયદા બનાવવાની વિચારણા કરી રહી છે.

સરકારે 17મી લોકસભાના બજેટ સત્રમાં બિલ સૂચિબદ્ધ કર્યું હતું, જેમાં ભારતની તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી જેવી બિટકોઈન, ઈથર, રિપ્લ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે.

25 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલી પુસ્તિકામાં આરબીઆઈએ કહ્યું હતું કે, સરકાર ક્રિપ્ટોકરન્સી અને તેની સાથે આવતા જોખમને લઈને સાવચેત છે. પરંતુ હાલમાં કરન્સીના ડિજિટલાઇઝેશનના વિકલ્પ વિશે વિચારવામાં આવી રહ્યું છે.

ક્રિપ્ટોકરન્સી એક વિકેન્દ્રિત ચુકવણી પ્રણાલી છે. આનો અર્થ એ કે તે કોઈ પણ સેન્ટ્રલ બેંક દ્વારા પરંપરાગત ચલણ દ્વારા નિયંત્રિત નથી. આને કારણે આરબીઆઈ જેવી કેન્દ્રીય બેન્કો માટે ચિંતાનો વિષય છે. આરબીઆઈની જેમ યુરોપિયન સેન્ટ્રલ બેંકને પણ ક્રિપ્ટોકરન્સી સામે ચેતવણી આપવામાં આવી છે.

-દેવાંશી