Site icon Revoi.in

CSK એ જીતી IPL ની ટ્રોફી , આઈપીએલમાં 5 મી વખત ઘોનીની ટીમે મેળવી જીત

Social Share

દિલ્હીઃ વિતેલી રાત્રે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે કાટાંની ટક્કર જામી હતી જો કે સીએસકે એ ગુજરાતને હરાવીને આઈપીએલની ટ્રોફી પોતાને નામ કરી છે આ 5 મી વખત છે કે જ્યારે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ઘોની ટીમે આ ખિતાબ જીત્યો હોય.

એટલે કે આ આ જીત સાથે ચેન્નાઈએ પાંચ વખત ટાઈટલ જીતવાના મુંબઈના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ગુજરાત તરફથી સાંઈ સુદર્શને શાનદાર ઇનિંગ રમી હતી. તે સદીથી ચૂકી ગયો હતો અને 47 બોલમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 96 રન બનાવી આઉટ થયો હતો. આ પછી ચેન્નાઈ માટે ડેવોન કોનવેએ 25 બોલમાં સૌથી વધુ 47 રન બનાવ્યા.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. ત્યાર બાદ વરસાદે દરમિયાનગીરી કરીને અઢી કલાકની રમત બગાડી નાખી હતી. મેચ 12.10 વાગ્યે ફરી શરૂ થઈ. ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ જીત સાથે ચેન્નાઈએ પાંચ વખત ટાઈટલ જીતવાના મુંબઈના રેકોર્ડની બરાબરી કરી લીધી છે ઉલ્લેખનીય છે કે જાડેજાએ છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને જીત અપાવી હતી.

આ પહેલા ચેન્નઇ સુપર કિંગ્સ 2021, 2018, 2011 અને 2010માં ટ્રોફી જીતી ચુક્યું છે. ધોનીએ પાંચમી વખત ટ્રોફી જીતી રોહિત શર્માની પાંચ વખત ટ્રોફી જીતવાની બરાબરી કરી છે.ડેવોન કોનવેમા 47, શિવમ દુબેના 32 અને રવિન્દ્ર જાડેજાના આક્રમક 15 રનની મદદથી ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલ 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે 5 વિકેટે વિજય મેળવ્યો છે.

ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. વરસાદ પડતા ચેન્નઇને 15 ઓવરમાં 171 રનનો પડકાર મળ્યો હતો. જે 15 ઓવરમાં 5 વિકેટ ગુમાવી વટાવી લીધો હતો. ચેન્નઇને જીત માટે અંતિમ ઓવરમાં 13 રન અને અંતિમ 2 બોલમાં 10 રનની જરૂર હતી. જાડેજાએ અંતિમ બે બોલમાં સિક્સર અને ફોર ફટકારી ટીમને જીત અપાવી હતી.