Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં ખુબ જ નીચી ઉંચાઇએ હેલિકોપ્ટર ઉડતું જોતા લોકોમાં કૂતુહલ સર્જાયું

Social Share

સુરેન્દ્રનગર :  જિલ્લામાં આજે એક હેલિકોપ્ટરએ નીચી ઉંચાઈએ ઉડતું જોતા લોકોમાં કૂતુહલ સર્જાયુ હતુ. અને આકાશમાં હેલિકોપ્ટરને નિહાળવા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. આકાશમાં હેલિકોપ્ટરના ચક્કરથી લોકોમાં થોડો ગભરાટ પણ ફેલાયો હતો. જિલ્લાના તંત્રએ આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હેલિકોપ્ટર દ્વારા ઝાલાવાડની જમીનનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં અચાનક ખુબ જ નીચી ઉંચાઇએ હેલિકોપ્ટર ઉડતાં સ્થાનિ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. હેલિકોપ્ટર કયા કારણથી ઉડી રહ્યું છે તે અંગે સ્થાનિક તંત્ર પાસે પણ કોઇ માહિતી નહોતી. હેલિકોપ્ટર ખુબ જ નીચી ઉંચાઇએ ઉડી રહ્યું હોવાના કારણે પ્રાથમિક તબક્કે સ્થાનિક તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી.  જો કે આ અંગે તપાસ કરતા સ્કાઈ ટેમ સિસ્ટમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. હેલિકોપ્ટરથી સુરેન્દ્રનગર જિલ્લાની જમીનમાં રહેલા ખનીજનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના આધારે રિપોર્ટ તૈયાર કરીને સરકારને સંપુર્ણ માહિતી સોંપવામાં આવશે. ત્યાર બાદ સરકાર લીઝ પર પણ ઉપગ્રહ દ્વારા જ નજર રાખે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ હેલિકોપ્ટર મારફતે અત્યાધુનિક કેમેરાઓ અને સેસર કિરણોથી સુરેન્દ્રનગર જિલ્લાની જમીનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જમીનમાં પાણીની ક્ષમતા જમીનની ખારાશ સહિતનું લેબોરેટરી ટેસ્ટિંગ માટે સ્કાઈ મેટ સીસ્ટમથી નમુના લેવામં આવ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત હેલિકોપ્ટરથી અત્યાધુનિક ટેકનોલોજી સાથે સુરેન્દ્રનગર જિલ્લાની જમીનનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લોકોમાં પણ કુતુહલતા વ્યાપી ગયું હતું. સર્વે બાદ જિલ્લાનો હાઈ ક્વોલિટી મેપ બનાવી અને ત્યાર બાદ જિલ્લાના પેટાળની સંપત્તિ માટેનો ખ્યાલ કરતી વિગત ટૂંક સમયમાં આપવામાં આવશે. (file photo)