Site icon Revoi.in

કંડલાના દીન દયાળ પોર્ટ પર પાકિસ્તાનથી આવેલો રોકસોલ્ટનો જથ્થો કસ્ટમે સીઝ કર્યો

Social Share

ગાંધીધામઃ કંડલાના દીન દયાલ બંદરે પાકિસ્તાનથી આયાત કરેલો રોકસોલ્ટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનથી આવતા આ કાર્ગો પર ભારે ડ્યુટી ના ભરવી પડે એટલે કાર્ગોનું કન્સાઈનમેન્ટ અન્ય દેશનું દર્શાવાયું હતું. સંભવિત રીતે લાંબા સમયથી ચાલતી આ મોડસ ઓપરેન્ડીને પકડી પડાઈ હતી, હવે આયાતકાર પર ન માત્ર 200% ડ્યુટી લગાવાશે પરંતુ કાયદાકીય કાર્યવાહી પણ કરાશે તેવા સંકેત કસ્ટમ વિભાગે આપ્યા હતા. 25 ટનની આસપાસના આ કાર્ગોની કિંમત લાખોમાં હોવાનું સુત્રોએ જણાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કંડલાના દીન દયાળ બંદરે પર ગત મહિને આવેલા એક કન્સાઈમેન્ટમાં રોકસોલ્ટનો જથ્થો આવ્યો હતો, જે જથ્થો દુબઈથી લોડ કરાયો હોવાનું કહેવાયું હતું,પરંતુ પ્રાથમિક તપાસમાં ખરેખર તો તેનું ઓરીજન પાકિસ્તાન હોવાનું બહાર આવતા તેને રુકજાવોનો આદેશ આપી દેવાયો હતો. થોડા સમય પહેલાજ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અટારી બોર્ડર પર રોકસોલ્ટના નામે દેશમાં ઘુસાડાઈ રહેલા હેરોઈનના જથ્થાને ઝડપી પાડ્યો હતો ત્યારે મોટા પ્રમાણમાં કચ્છના પોર્ટ પર આયાત થતા રોક સોલ્ટની ડ્યુટી સહિતની બાબતે તપાસ થવી આવશ્યક હોવાનો સુર ઉઠવા પામ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પથ્થર કે ક્રીસ્ટલ રુપે મળી આવતા મીઠાને સામાન્ય ભાષામાં સિંઘવ મીઠુ એટલે કે રોક સોલ્ટ કહેવાય છે. સ્વાસ્થ્યને લગતા વિવિધ ગુણો તેની સાથે જોડાયેલા હોવાના દાવાના કારણે તેની માંગ દેશભરમાં મોટા પ્રમાણમાં રહે છે, પરંતુ તેનો મહતમ જથ્થો પાકિસ્તાનથી આવે છે.

કસ્ટમ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રોક સોલ્ટના આકલન અને દસ્તાવેજી પ્રક્રિયાઓ હાલ ચાલી રહી છે, હજી સુધી પેનલ્ટી લગાવાઈ હતી. ડ્યુટી બચાવવા કેટલાક તત્વો આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હોય છે. જેને રોકવા  સતત પ્રયાસો કરાતા રહે છે.